Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મજાક મસ્તીમાં મામલો બિચક્યો, મિત્રના લમણે કાતર મારી દેતાં ગંભીર

Share

ભરૂચના નંદેલાવ રોડ પર બાપા સિતરામ મઢુલી પાસેની ઘટના

ભરૂચ.

Advertisement

ભરૂચના નંદેલાવ રોડ પર આવેલી બાપા સિતારામની મઢુલી પાસે નજીવા મુદ્દે તકરારમાં બે યુવાનો બાખડતાં એક બીજાપર હિંસક હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને જેર કરવાનીવ કવાયત હાથ ધરી છે.
ઘટનામાં ઇજાગ્રસ્ત આકાશના મોટાભાઇ ધ્રુવ હરેશ ચણાવાલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગઇકાલે સાંજના આઠેક વાગ્યે તેમના મોબાઇલ પણ તેમના માસીના પુત્ર કૃણાલ મહેશ વસાવાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યુ હતું કે, આકાશ અને હેમરાજ વચ્ચે મસ્તીમસ્તીમાં મામલો ગરમાતા હેમરાજે આકાશને કાતર મારી દેતા તેને ગંભીર ઇજાઓ થઇ છે. જેથી તે તુરંત સ્થળ પર દોડી જતાં આકાશના કાન અને આંખની વચ્ચે લોહીં નિકળતું હોઇ તેને તત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમણે ઘટના અંગે પુછતાં આકાશે જણાવ્યું હતું કે, તેઓ બન્ને મઢુલી પાસેના ગલ્લા પર બેઠાં હતાં. તે વેળાં હેમરાજ સિગરેટ પિતો હોઇ તેનો વિડિયો ઉતારી તેના પિતાને મોકલીશ તેવી મસ્તી કરતાં હેમરાજને ખોટું લાગતાં તેણે ગલ્લામાંથી કાતર લઇ તેને મારી દીધી હતી. દરમિયાનમાં હેમરાજનો સંબંધી દિવ્યજીત રાણા (રેહ. હરિઓમ સોસાયટી) ત્યાં આવતાં તેણે પણ આકાશને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. હોસ્પિટલમાં તબીબે જણાવ્યું હતું કે, કાતરના ઘા થી આકાશની આંખ તરફ જતી નસ કપાઇ ગઇ છે. જેના પગલે ધ્રુવ ચણાવાલાએ હેમરાજ હનુરામ રાણા તેમજ દિવ્યજીત રાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનામાં દિવ્યજીતના પિતા રઘુવીરસિંહ રણાએ ફરિયાદ નોંધાવી હતી કે, રાત્રે શિફ્ટ પુરી કરી તે ઓ બારેક વાગ્ય ઘરે આવ્યાં ત્યારે તેમની પત્નીએ જણાવ્યું હતું કે, આપણા હનુરામસિંહના પુત્ર હેમરાજ અને આકાશ ચણાવાલા વચ્ચે બાપા સિતારામ મઢુલી પાસે ઝઘડો થતાં આકાશને ધારદાર હથિયારથી ઇજા થઇ છે. આકાશને જ્યાં સારવાર માટે લઇ ગયાં છે ત્યાં હનુરામસિંહ પણ ગયાં હતાં. તેઓને આ બધુ જોઇ ચક્કર આવતાં હોઇ તેઓ અને દિવ્યજીત તેમને લઇને ક્લિનિક પર ચાલતાં જતા઼ હતાં. ત્યારે રસ્તામાં આકાશના મોટાભાઇ ધ્રુવે આવી દિવ્યજીતને અપશબ્દો ઉચ્ચારી કોઇ ધારદાર હથિયારથી તેના પર ઘા કરી ઇજાઓ કરી આકાશને કાંઇ થયું તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી જતો રહ્યો હતો. ઘટનાને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Share

Related posts

સરકારે રાજયમાં શેરીગરબાને આપી મંજુરી : જાણો શું છે નિયમો

ProudOfGujarat

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા બંધ ઓવરફલોનો અદભુત નજારો જોવા મળ્યો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આદીવાસીઓ દ્વારા હોળીના દિવસે ગોસાઈ બનવાની અનોખી પરંપરા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!