Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બાંગ્લાદેશ થી અમદાવાદ થઇ ને અંકલેશ્વર પહોંચેલી ત્રણ બાંગ્લાદેશી મહિલાની અટકાયત કરી હતી.

Share

ગેરકાયદેસર ઘૂસણખોરીની આશંકા અંકલેશ્વર સંબંધી ને મળવા પહોંચતા જ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ મહિલા ઓને જીઆઇડીસી પોલીસને હવાલે કરી વધુ તપાસ એસ.ઓ.જી એ શરુ કરી કરી ડીપોર્ટ કરવાની કાર્યવાહી શરુ કરી હતી.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે સારંગપુર ગામના રાજપીપળા રોડ પર આવેલા લક્ષ્મણ નગર માં રોયલ બિલ્ડીંગમાં બાંગ્લાદેશી મહિલા રહે છે. આ માહિતીના આધારે તપાસ કરતા રોયલ બિલ્ડીંગના એ-બિલ્ડિંગના રૂમ નંબર 208 માંથી ત્રણ બાંગ્લાદેશી મહિલા ઓ મળી આવી હતી. તેમની પાસે ભારતમાં રહેવા માટે કોઈ માન્ય વિઝા ન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૂકૈયા પુરકાન રશીદ શેખ (રહે. ઢાકા, બાંગ્લાદેશ), પરવીન ઓહાલ અબ્દુલસતર શેખ (ઉ.વ. 35, રહે. જોસોર પોસ્ટ, બાંગ્લાદેશ) અને રૂના મહંમદ શેખ (રહે. નોરાઈલ, બાંગ્લાદેશ)ની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ મહિલાઓએ ઘૂસણખોરી દ્વારા ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ અમદાવાદ થઈને અંકલેશ્વર સંબંધી ને ત્યાં આવી પહોંચી હોવાની આશંકા છે. ક્રાઇમ બ્રાન્ચે આ મહિલા ઓને જીઆઇડીસી પોલીસને હવાલે કરી હતી જે આધારે એસઓજી પોલીસે તપાસ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : બાયપાસ ચોકડી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા લારી, ગલ્લા દૂર કરવામાં આવતા સ્થાનિકોની રોજીરોટી પર અસર પડતા વેપારીઓ મુંજવણમાં મુકાયા, તંત્ર સામે વૈકલ્પિક વ્યવસ્થાની કરી માંગ..!!

ProudOfGujarat

વડોદરાનો રહેવાસી ગોવામાંથી લાખ્ખો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો

ProudOfGujarat

બી.આર.સી ભવન માંગરોલ મુકામે તાલુકા કક્ષાનું ઓનલાઈન ગણિત- વિજ્ઞાન -પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!