Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એક્ઝીક્યુટિવના વેશમાં સિટી સેન્ટર પાસે આંકડાનો જુગાર રમાડનાર સહિત બે ઝબ્બે : 7 વોન્ટેડ

Share

ભરૂચ.
ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના સિટી સેન્ટરની સામે એક પીળા કલરનો શર્ટ અને ચશ્મા પહેરેલો અને ખભા પર એક શખ્સ મોબાઇલમાં આંકડાનોો જુગાર રમાડે છે જેના પગલે પોલીસે તુરંત એક્શનમાં આવી સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરમિયાનમાં ત્યાં વર્ણન મુજબનો શખ્સ સહિત બે જણા ઉભેલાં જણાતાં બન્નેને ઝડપી પાડ્યાં હતાં. તેનું નામ નિતીન ઉર્ફે મરાઠી વિનાયકરાવ અબનાવે (રહે. વિશ્વંભર કોમ્પ્લેક્ષ, મઢુલી સર્કલ પાસે દહજ બાયપાસ રોડ ) હોવાનું તેમજ બીજાનું નામ મહેન્દ્ર વિઠ્ઠલ પાટીલ (રહે. સાંઇબાબા સોસાયટી, પાંડેસરા સુરત) હોવાનું માલુમ પડ્યું હતું. તેમની પુછપરછમાં નિતીને જણાવ્યું હતું કે, તે ભરૂચ, ઝઘડિયા અને સુરત ખાતેથી અલગ અલગ માણસો પાસેથી આંકડાનો વેપાર (વલણ) લે છે. તે મોબાઇલ પર મેસેજમાં આવેલાં આંકડાના નંબરના આધારે તે સુરતના મહિધરપુરા ખાતે રહેતાં અજયને દિવસ દરમિયાન ખુલતી બજારો જેમ કે, મિલન, કલ્યાણ, રતન, શ્રીદેવી, ટાઇમ બજાર, વરલીબજાર તેમજ નાઇટ મિલન નામની આંકડાના જુગારની બજારમાં આંકડા લખાવે છે અને બાદમાં તેમાં હારજીતનો હિસાબ લગાવે છે. ટીમે તેના મોબાઇલ તપાસ કરતાં આંકડા લખાવનારાઓના નામ મળ્યાં હતાં. જેમાં ભરૂચમાં રહેતો મહેબુબ ડુંગા, નરેશ ટાંક ઝાડેશ્વરનો મહેશ મિસ્ત્રી, ઝઘડિયાનો મુકેશ વસાવા-દિનેશ, સુરતના પાંડેસરાનો ગજુભાઇ, ઉધનાનો ગૌતમનું નામ મળી આવતાં તે તમામ સહિત કુલ 9 જણા વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમજ રોકડા રૂપિયા 16 હજાર સહિત  બે મોકાઇલ મળી કુલ 41 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Share

Related posts

રાજ્ય કક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જીલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારે બોડેલી તાલુકાના પુર અસરગ્રસ્ત પાણેજ ગામની મુલાકાત લીધી.

ProudOfGujarat

નાના વેપાર શરૂ કરવા સરકારનાં જાહેરનામાં બાદ બીજા દિવસે રાજપીપળાની મોટાભાગની દુકાનો ખુલી : પોલીસ લોકડાઉનનું પાલન કરવવાં માટે સતર્ક.

ProudOfGujarat

રાજપીપળા : આદિજાતિ વિકાસ અને વન મંત્રી ગણપતસિંહ વસાવાએ “ટ્રાઇબલ મ્યુઝિયમ” ની પ્રગતિ હેઠળની કામગીરીની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!