Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં જ્વેલરી શોપમાં CCTV ફરજિયાત: તહેવારોમાં ચોરી રોકવા પોલીસે જ્વેલર્સ એસોસિએશનને સૂચના આપી

Share

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જ્વેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આગામી તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો અટકાવવા આ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાંઆવી.

પી.આઈ. પી.જી. ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જવેલર્સ એસોસિએશનના સભ્યોને તેમની તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા ફરજિયાતપણે લગાવવા સૂચના આપવામાં આવી હતી. તહેવારો દરમિયાન તસ્કર ટોળકી જ્વેલરી શોપને નિશાન બનાવતી હોવાથી આ પગલું લેવાયું છે.આ ઉપરાંત, બેંકના અધિકારીઓ અને અન્ય વેપારીઓને પણ તહેવારોમાં વિશેષ તકેદારી રાખવા જણાવાયું હતું. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના આજે વધુ ૩ પોઝિટીવ કેસ નોંધાતા રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળ.

ProudOfGujarat

અમૂલે દૂધના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં અંસાર માર્કેટનાં રહેમાનીયા ટ્રેડર્સમાંથી ઈલેકટ્રીક મોટરો ચોરી બોલેરો જીપમાં લઈ ભાગી ગયેલા બે શંકમદો સામે GIDC પોલીસે 1 મહિના બાદ પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!