Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટ તાલુકાના મોઠીયા- શેરા અને ઉત્તરાજ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી

Share

ભરૂચ

નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી. તેમના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૪ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છેજે અન્વયે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના મોઠીયા,ઉત્તરાજ અને શેરા જેવા ગામોમાં ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.

      શેરા ગામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત કરી ગ્રામજનો તેમજ લાભાર્થીઓએ વિકાસરથ થકી ઘરઆંગણે લાભો મળવાની ખુશી પોતાના પ્રતિભાવો મારફતે વ્યક્ત કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૪ વર્ષના સુદીર્ઘ શાસનકાળમાં ગુજરાત રાજ્યે મેળવેલી સિદ્ધિઓની ઝાંખી ફિલ્મના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. જેને ગ્રામજનોએ નિહાળી હતી. આ પ્રસંગે અંકલેશ્વર – હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કેવડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકામાં સર્વાંગી વિકાસના નવા માપદંડ સ્થાપ્યા છે. ભારત હવે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનવાના માર્ગે પર આગળ વધી રહ્યું છેજ્યાં દરેક નાગરિકના સર્વાંગી વિકાસ અને સુખાકારીને રાષ્ટ્રીય લક્ષ્ય તરીકે અપનાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય દેશ માટે એક આદર્શ વિકાસ મોડેલ તરીકે ઉભર્યું છે.

Advertisement

   મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને હાર્ડવેસ્ટર લાભ,ટીબી ન્યુટ્રીશન કીટમાતૃશકિતપુર્ણાશકિત જેવી વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો પાઠવ્યો હતો. સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉમંગભેર ઉજવણી થઈ છે, ‘વિકાસ રથ’ ગામડે ગામડે જઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં રાજ્યમાં થયેલા સ્વર્ણિમ વિકાસની સિદ્ધિઓની ગાથા છેવાડાના લોકો સુધી પહોંચાડી રહ્યો છે. આ સાથે સેવાસેતુ’ કાર્યક્રમથી લાભાન્વિત નાગરિકો સરકાર ઘર-આંગણે પધાર્યાનો અહેસાસ કરી રહ્યા છે, આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકીહાંસોટ તાલુકા મામલતદારશ્રીતા.વિકાસ વિકાસ અધિકારી સહિત સરપંચશ્રી અને લાભાર્થીઓમોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે ગામીત ફળિયા પ્રાથમિક શાળા મુકામે વેકસીનેશન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપલાથી રામગઢ પૂલ ચોથી વખત ક્ષતિગ્રસ્ત થતા વચ્ચેથી બેસી ગયેલા પિલ્લરનું ફરી થયું સમારકામ!

ProudOfGujarat

નેત્રંગ તાલુકા પંચાયત કચેરીમાં CCTV કેમેરા નથી સરકાર ખાનગી તેમજ સરકારી કચેરીઓમાં CCTV નો આગ્રહ રાખે છે તો આ કચેરીમાં કેમ નહિ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!