Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી: અંકલેશ્વરથી ₹1.06 કરોડનો દારૂ પકડાયો, 5 આરોપી ઝડપાયા!

Share

સ્ટેટ મોનિટરિંગ સેલે અંકલેશ્વર ના નોગામા ગામની સીમમાં ઈંગ્લીશ દારૂ ના રૂ.1.6 કરોડ ના મુદ્દામાલ સાથે 5 આરોપી ઝડપી પાડ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલ ની સપ્તાહ માં બીજું મોટું કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું. નોગામા ગામની સીમમાં આલ્કેમ કંપની પાછળ ખેતર માં સિમેન્ટિગ મશીન ટ્રક માંથી રૂ.87.82 લાખનો દારૂનો મળી રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત : સુરત બુટલેગર દ્વારા અવાવરું જગ્યા માં કટીંગ કરતી વેળા રંગે હાથ ઝડપાયો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે અંકલેશ્વર નોગામા ગામની સીમમાં આલ્કેમ કેમિકલ ફેક્ટરી પાછળ ઈંગ્લીશ દારૂ ભરેલ ત્રણ વાહનો મળી કુલ 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના નૌગામાં ગામે અલ્કેમ કેમિકલ ફેક્ટરી ની પાછળના ખેતરમાં દારૂ કટિંગ વેળા ચોક્કસ માહિતી આધારે દરોડા પડ્યા હતા. દરોડા  દરમિયાન પોલીસે કુલ 45,504 ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹87,82,272 થાય છે. તે ઉપરાંત પોલીસે 6 મોબાઈલ ફોન, કિંમત ₹41,000, 3 વાહન કિંમત ₹18 લાખ અને રોકડ રૂપિયા 2,960 મળી કુલ મુદ્દામાલ કિંમત ₹1,06,26,232 નો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 5 આરોપીને પકડીને બી-ડિવિઝન પોલીસ સ્ટેશન અંકલેશ્વરને સોંપ્યા હતા. ઝડપાયેલા  આરોપીઓમાં સુરતના સિધ્ધનાથ ઉર્ફે નગેન્દ્ર બેની પ્રસાદ યાદવ,  સંદીપ ઓમપ્રકાશ ગુપ્તા, મહેન્દ્ર અમૃતલાલ પાલ,  રવિ અજીત સરોજ તથા પાલકધારી કલ્લુ ગૌતમ નો સમાવેશ થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ની મોટી રેડ થી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના પ્રતિનચોકડી પાસે આવેલા સાંઈ ગોલ્ડન એપાર્ટમેન માં રહેતા મુસ્લીમ પરીવાર ના ઘર ને તસ્કરો એ નિશાન બનાવી અંદાજીત ૩.૫૦ લાખ ઉપરાંત ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી હતી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની ઉલ્લાસભેર ઉજવણી.

ProudOfGujarat

અમદાવાદ : વિશાલાથી નારોલ તરફ જતાં શાસ્ત્રીબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!