ઓમપુરી પાસે બનેલી ઘટના માં યુવતી દ્વારા પ્રથમ હાથની નસ કાપવા નો પ્રયાસ કર્યો હતો. લોક ટોળા એકત્ર થઇ યુવતી ને સમજવાનો પ્રયાસ : લોકો ની સમજાવટ વચ્ચેનો ફિનાઈલ ગટગટાવ્યું હતું. 108 બોલાવી સારવાર અર્થે અંતે ખસેડવામાં આવ્યા હતા. પ્રેમમાં નિષ્ફળતા ને લઇ યુવતી દ્વારા પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
અંકલેશ્વર શહેર ના દીવા રોડ પર રવિવાર ના બપોરે એક પ્રેમ માં હતાશ યુવતી એ જાહેર માર્ગ પર જ આપઘાત કરવાનો પ્રયાસ સારું કર્યા હતા . મુસ્લિમ સમાજ માંથી આવતી યુવતી દ્વારા દીવા રોડ પર આવેલ ઓમપુરી નજીક જાહેર માં પ્રથમ હાથ પર બ્લેડ કે કોઈ ધારદાર વસ્તુ થી નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. જે જોતા સ્થાનિક સ્થળ પર દોડી આવ્યા હતા. અને આશરે 20 થી 22 વર્ષ યુવતી અચાનક ફિનાઈલ નો બોટલ કાઢી તે પણ ગટગટાવી લીધી હતી. યુવતી ના આપઘાત પ્રયાસ જોઈ સ્થાનિક લોકો ત્વરિત અસર થી 108 માં જાણ કરતા 108 ની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને યુવતી ને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જો કે યુવતી પ્રેમ માં મળેલી નિષ્ફળતા થી આ પગલું ભર્યું હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે આપઘાત પાછળ નું કારણ શું ? અને યુવતી કોણ ? તેમજ તે અહીં જ કેમ આવી આપઘાત નો પ્રયાસ કર્યો તે અંગે અનેક સવાલો ઉભા થયા હતા. ઘટના અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે પણ જાણ થતાં તેમના દ્વારા પણ આ અંગે તપાસ શરુ કરી હતી.
