Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના અમન માર્કેટ-2 માં HK ટ્રેડર્સના પ્લાસ્ટિક ગોડાઉનમાં લાગેલી આગના ધુમાડા 5 કિમી દૂરથી દેખાયા

Share

અંકલેશ્વર :
અંકલેશ્વર શહેરના અમન માર્કેટ–2 વિસ્તારમાં આવેલા HK ટ્રેડર્સ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે બપોરે અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટાં સ્પષ્ટપણે દેખાયા હતા.
મળતી માહિતી મુજબ, ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના કાચામાલનો જથ્થો સંગ્રહિત હતો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગના કારણે સ્થળ પર ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા અને આસપાસના વિસ્તારોમાં ચિંતા અને ભયનું માહોલ સર્જાયો હતો.
આગની ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાઇટર્સ દ્વારા સતત પાણીના ફવારા મારવામાં આવી રહ્યા છે અને આગને કાબૂમાં લેવા માટે તનતોડ પ્રયાસો ચાલી રહ્યા છે.
સાથે સાથે બી ડિવિઝન પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા સાથે ટ્રાફિક ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી.
હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફાયર વિભાગના સૂત્રો મુજબ, આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા છે. સદભાગ્યે, અત્યાર સુધી કોઈ જાનહાનિની માહિતી મળી નથી, પરંતુ ગોડાઉનમાં રહેલા માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે.
આગની આ ઘટનાએ અંકલેશ્વર ઉદ્યોગનગરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ચિંતા ઊભી કરી છે.

Share

Related posts

અંકલેશ્વરમાં પાલિકાએ 5 કરોડના ખર્ચે બાગ બનાવ્યો પણ પાર્કિંગ જ ના બનાવ્યું

ProudOfGujarat

ખેડા ધોળકા રોડ પર બસ, ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું

ProudOfGujarat

ઝાડેશ્વર ચોકડી થી જુના તવરા સુધીના મુખ્ય માર્ગ પર મોટા મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!