સત્યમ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં એક ઇકો કાર સાઇલેન્સર ની ચોરી કરી હતી. અગાઉ પણ આ પ્રકારની ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ શરુ હતી.
ભરૂચ એલસીબી ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર મીઠા ફેક્ટરી પાછળ ચોકડી પાસે એક ઈસમ શંકાસ્પદ સાયલન્સર માં આવતી ધાતુયુક્ત માટી વેચાણ કરવા માટે ફરે છે. જેના આધારે પોલીસે પ્રિન્સ સીધ અને અજય અર્જુનભાઈ વિશ્વકર્મા મીઠા ફેક્ટરી પાછળ શંકાસ્પદ હાલતમાં સાયલેન્સર સાથે ઝડપી પાડ્યા હતા. એલસીબી પોલીસની પૂછતાછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે સત્યમ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં એક ઇકો કાર પાર્ક કરતા હતા તેમાંથી સાયલન્સર ચોરી કરી હતી. આરોપીઓએ અગાઉ પણ આ પ્રકારની ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે
Advertisement
