ભારતરાષ્ટ્ર વિશ્વ માં માનવતા નાં પથ દર્શક અને વિશ્વગુરૂ તરીકે તથાગત ગૌતમ બુદ્ધ નાં સમતા – ન્યાય – સ્વતંત્રતા – ભાતૃભાવ રસ્તા પર અગ્રેસર રહી માનવતાની મહેક ફેલાવી હતી ત્યારે એમનાં જ દેશમાં વિશ્વ જ્ઞાન નાં પ્રતિક રાષ્ટ્રનિર્માતા ડૉ.બાબાસાહેબ આંબેડકરે અમૂલ્ય સંવિધાન અર્પણ કરી રાષ્ટ્ર ને જાતિ વિહીન સમતા મૂલક સમાજ ની રચના થકી દેશ ની એકતા અને અખંડિતતા તથા માનવ ની ગરિમા જળવાય રહે તેવી વ્યવસ્થા બંધારણ માં કરી હોય ત્યારે મનુસ્મૃતિ નાં માનનારા મુઠ્ઠીભર લોકો દેશ તથા બહુજન સમાજ ને બાન માં અમાનવીય વ્યવહાર થકી વિશ્વ માં ભારત નું શિશ જુકી જાય એવાં હીન પ્રયાસો અવિરત કરી રહ્યા છે જેમ કે તાજેતરમાં હરિયાણા રાજ્ય ના એડીજીપી કક્ષા ને જાતિવાદ ના ઝહેર ને કારણે પાંચ વર્ષ થી રંજાડવા માં આવતા અને લેખિત માં સરકાર ને ફરીયાદ કરી હોવાછતાં ન્યાય ન મળતા શહીદ થયા તથા અઠવાડિયા ઉપર થતાં ગુનેગારો ને સરકાર બચાવવા નાં હીન પ્રયત્ન કરી રહી છે જે માનવતા માટે પણ શરમજનક છે જેથી તેમને ન્યાય મળે તે માટે ભારતરાષ્ટ્ર નાં રાષ્ટ્રપતિ ને અરજ કરી મા. પૂરની કુમાર ને તથા ઉત્તર પ્રદેશ રાયબરેલી માં દલિત યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હોય જેથી તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી અને સંવિધાન સંકલ્પ-પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઈન્સાફ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનભાઈ પરમાર, બામસેફ ગુજરાત મહાસચિવ શાંતિલાલ રાઠોડ, એડવોકેટ અરવિંદભાઈ દોરાવાલા… વિનોદભાઈ કટારીયા… એડવો. ભગત, ઈન્સાફ ગુજરાત મહાસચિવ વિનયભાઈ સોલંકી,ભરૂચ બુદ્ધિષ્ટ સોસાયટી ના કિરણભાઈ બૌદ્ધ,ડો. અનમોલ કટારીયા, બી.એમ.જી નાં કુંવરબેન સોલંકી, મંજુબેન પરમાર, ગંગાબેન સોલંકી, બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ, સુષ્માબેન વસાવા, ઈન્સાફ ભરૂચ પ્રમુખ અશોકભાઈ મકવાણા કાર્યકર અશોકભાઈ પરમાર, હરીશભાઈ મકવાણા, મગનભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા
બામસેફ-ઈન્સાફ – બી.એમ.જી સંગઠન દ્વારા વિશ્વ નાં ઐતિહાસિક ધર્મ પરિવર્તન દિવસ ઉપલક્ષ્યે સંવિધાન સંકલ્પ-પ્રતિજ્ઞા
Advertisement
