Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર નિયંત્રણ

Share

ભરૂચ 

સુપ્રિમ કોર્ટ દ્વારા રીટ પીટીશન નંબર-૭૨૮/૨૦૧૫ નાં કામે તા.૨૩/૧૦/૨૦૧૮ તા. ૩૦/૧૦/૫૦૧૮ તથા તા.૩૧/૧૦/૨૦૧૮ નાં હુકમથી દીવાળીનાં તહેવારો અને અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદુષણની વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડાનાં ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દશો કરેલ છે. તેના અમલીકરણ તથા દિવાળી તહેવારો દરમ્યાન  ફોડવામાં આવતા ફટાકડાનાં કારણે આગ, અકસ્માતોનાં બનાવો ન બને અને જાહેર જનતાની જાન-માલની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ભરૂચ જિલ્લામાં કટાકડાનાં ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ મૂકવું જરૂરી છે.

Advertisement

    અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૮૨૩ની કલમ-૧૬૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (બી), કલમ-૩૩(૧)(યુ) થી મળેલ સત્તાની રૂએ સમગ્ર ભરૂચ જિલ્લામાં નીચે મુજબનાં કૃત્યોનું ચુસ્ત પાલન કરવા માટે ફરમાવું છું.

(૧) દિવાળીનાં તહેવાર દરમ્યાન રાત્રિના ૨૦:૦૦ થી ૨:૦૦ કલાક દરમિયાન જ કટાકડા ફોડી શકાશે.

(૨) સીરિઝમાં જોડાયેલ ફટાકડા (ફટાકડાની લૂમ) થી મોટા પ્રમાણમાં હવા તથા અવાજનું પ્રદુષણ તથા ઘન કચરાથી જાહેર જનતાનાં સ્વાસ્થ્યને હાનિ પહોંચે તેવા ફટાકડા રાખી શકાશે નહીં,ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.

 (3) હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માખ્ય ધ્વનિસ્તર (DECIBLE LEVEL) વાળા જ ફટાકડા  વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાનાં દરેક બોકસ ઉપર *PESO ની સુચના પ્રમાણેનું" માર્કિંગ હોવું જરૂરી છે.

      ૪) હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાનાં વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારનાં ફટાકડા ફોડી શકાશે નહી.

૫) કોઈપણ પ્રકારનાં વિદેશી ફટાકડા આયાત, સંગ્રહ કે વેચાણ કરી શકાશે નહીં.

૬) ઈ- કોમર્સ વેબસાઇટ ફલીપકાર્ટ, એમેઝોન સહીતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાનાં વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહીં. ઓનલાઈન વેચાણ કરી શકાશે નહીં.

૭) લોકોને અગવડ ઉભી ન થાય, કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ભરૂચ જિલ્લાનાં બજારો, શેરીઓ, ગલીઓ, જીહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી.બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી.ગેસ સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થો સંગ્રહ કરેલ ગોદામો નજીક ફટાકડા/દારૂખાનું ફોડી શકાશે નહીં.

૮) કોઈપણ પ્રકારનાં સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ/આતશબાજ બલુન) નું ઉત્પાદન, સંગ્રહ કે વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાય નહી.

૯ ) ફટાકડા બનાવવા માટે બેરીયમનો ઉપયોગ કરવાનો રહેશે નહી.


Share

Related posts

કોરોના રસીનો બીજો ડોઝ લેવાની સમય મર્યાદા 42 દિવસ કરાઇ.

ProudOfGujarat

ઝઘડિયા : અવિધા ગામે કપિરાજનો આતંક, પાંચથી વધુ લોકોને બચકા ભરી ઘાયલ કર્યા.

ProudOfGujarat

વાંકલમાં રંગ જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!