Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટનાઓ સામે આવી હતી.

Share

દિવાળી પર્વમાં રાતે લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવતા તેના તણખાને પગલે આગ ફાટી નીકળી હોવાની ઘટનાઓ સામે આવી હતી.ત્યારે ગતરોજ મોડી રાતે ભરૂચની શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગ ફાટી નીકળી હતી.જેને પગલે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી.આ અંગેની જાણ ફાયર વિભાગ અને ખેડૂતને થતા તેઓ સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જો કે આ આગની ઘટનાને કારણે ખેડૂતને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

જ્યારે ભરૂચના ચાર રસ્તા પર પાસે આવેલ ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.આગને પગલે સ્થાનિકોએ દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ બુજાવી હતી.આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેજની બિરલા કોપર કંપનીનાં કર્મચારીએ આત્મહત્યા કરી…

ProudOfGujarat

સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલ કંપનીમાં અકસ્માત સર્જાયો… કામદારનો બેલી કોણ..?.

ProudOfGujarat

ભરૂચ : દહેજ બાયપાસ રોડ ઉપર ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું, આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!