Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બે શખ્સોએ એક ઇકો કાર ભાડે કરી, ડ્રાઇવર લઘુશંકાએ જતાં કાર લઇ ફરાર

Share

ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી નબીપુર સુધી 400 રૂપિયાનું ભાડું નક્કી થયું હતું
કરજણના શખ્સે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી
કરજણના બુદ્ધનગર ખાતે રહેતાં અરવિંદ માવજી પરમાર પોતાની ઇકો કાર પેસેન્જરમાં ફેરવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે તેઓ કરજણથી પેસેન્જર ભરીને ભરૂચ આવ્યાં હતાં. જે બાદ ઝાડેશ્વર ચોકડી ખાતે પેસેન્જરો ઉતારી પરત જવા માટે પેસેન્જરોની રાહ જોઇને બેઠાં હતાં. તે વેાળંતેમની પાસે બે હિન્દીભાષી શખ્સોએ આવી તેમને જણાવ્યું હતું કે, તેમની કાર ભગડી ગઇ છે અને તેમની સાથે બે સ્ત્રીઓ પણ છે. તેમને નબીપુર જવા સ્પેશિયલ ગાડી કરવાની છે. જેથી તેમની સાથે વાતચિત દરમિયાનમાં 400 રૂપિયાનું ભાડું નક્કી થયું હતું. જે બાદ તે બન્ને જણાં ઇકોમાં બેઠા હતાં. અરવિંદે ઇકો કાર નબીપુર તરફ હંકારી હતી. દરમિયાનમાં બોસ્ટન હોટલ પહેલાં તેણે લઘુશંકા માટે રોડની સાઇડમાં કાર ઉભી રાખી તે ઝાડી ઝાંખરામાં લઘુશંકા કરવા ગયો હતો. તેણે પરત આવી જોતાં તેની કાર સ્થળ પર જણાઇ ન હતી. જેથી તેમની કાર ભાડેથી રાખનારા બન્ને શખ્સો તેમની કાર લઇને ભાગી ગયાં હોવાનું માલુમ પડતાં તેણે તુરંત તેના ભત્રીજા તેમજ અન્ય મિત્રોને જાણ કરી નબીપુર, પાલેજ, કરજપ તેમજ ભરૂચમાં આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં ઇકો કાર કે કાર લઇ જનારા બન્ને શખ્સોના કોઇ સગડ નહીં મળતાં તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્ને શખ્સો તેમની વર્ષ 2012ના મોડલની અંદાજે દોઢ લાખની કિંમતની કાર ચોરી કરી રફૂચક્કર થઇ ગયાં હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

11 ઓગસ્ટ પછી રાજ્યમાં નહી મળે પેટ્રોલ ડીઝલ ,જાણો શું છે કારણ..?

ProudOfGujarat

અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગૃપના ગરબામાં પબજીના વેશમાં ખેલૈયાઓનું આર્કષણ

ProudOfGujarat

CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ફરજ બજાવતા 6 DySP ની બદલી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!