Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પરિવાર બહારગામ ગયો ને તસ્કરોનો ઘરમાંથી 2.84 લાખનો હાથફેરો

Share

દિવાળી વેકેશનમાં પરિવાર અમદાવાદ ગયો હતો
ઘરના બેડરૂમની ગ્રીલ તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યાની શંકા
ભરૂચ.
ભરુચના દહેજ બાયપાસ રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટી ખાતે રહેતાં અને ઝઘડિયાની ડીસીએમ શ્રીરામ કંપનીમાં નોકરી કરતાં વિષ્ણુપ્રસાદ લાલારામ શર્મા તેમની પત્ની તેમજ  પુત્રીને લઇને અમદાવાદ ખાતે આવેલાં મકાન ખાતે દિવાળી વેકેશન મનાવવા માટે ગત 20 ઓક્ટોબરના રોજ સાંજે નિકળ્યાં હતાં. જે બાદ 23મી ઓક્ટોબરના રોજ તેઓ સાંજે ઘરે પરત આવતાં તેમણે દરવાજો ખલને ઘરમાં અંદર જઇ જોતાં ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતતો. દરમિયાનમાં તેમણે ઘરમાં તપાસ કરતાં બેડરૂમના કબાટના દરવાજા ખુલ્લા હોવાનું જણાયું હતું. જેથી ચેક કરતાં તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા 20 હજાર મળી કુલ 2.84 લાખની ચોરી થઇ હોવાનું માલુમ પડયું હતું. ઘટનાને પગલે તેમણે ઘરમાં તપાસ કરતાં તેમનના બેડરૂમની બારીની ગ્રીલ તોડી બહારની તરફ વાળી દીધેલી જણાઇ હતી. ઉપરાંત ચોરી કર્યાં બાદ તેઓ રસોડાના દરવાજેથી ભાગી ગયાં હોવાનું જણાયું હતું બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ફરાર તસ્કરોના પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી.

Share

Related posts

ઉમરપાડા તાલુકાનાં ચારણી ગામે ખેડૂત સંવાદ યોજાયો…

ProudOfGujarat

ભેંસલી ગામ પાસે પીકઅપની ટક્કરે બે સાઢુભાઈ ફંગોળાયા : એકનું મોત, અકસ્માત સર્જનાર ચાલક ગાડી મૂકી ફરાર

ProudOfGujarat

જંબુસરના કાવલી ગામે નર્મદા નિગમની નહેરમાં ગાબડું પડતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!