Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોટન કિંગ ગણાતા ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે.

Share

જેના કારણે ધરતીનો તાત સરકારી પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે

રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર-હાંસોટ પંથકમાં પડેલા આશરે ૫ ઇંચ વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે.ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકની સ્થિતિ દયનીય બની ગઈ છે. અનેક ખેતરોમાં કપાસના છોડ પલળી જતા ધોવાઈ ગયા છે, જ્યારે પવનના કારણે કેટલાક છોડ ખેતરમાં જ પડી ગયા છે જેના કારણે પાકની વૃદ્ધિ અટકી જશે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે. અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું અને કપાસના બોલ્સ ભીની હાલતમાં ખેતરમાં જ પડેલા જોવા મળ્યા.આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદરૂપ નહીં બને તો અનેક ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે.

Advertisement

 

 


Share

Related posts

કહાનવા ગામે અસ્થિર મગજ યુવતી કુવામાં પડતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર ટીમ દ્વારા યુવતીને કુવાની બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી.

ProudOfGujarat

તા.૧૮ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ કલાક ૧૧/૦૦ કલાકે આમોદ પોલીસ સ્ટેશનના સરભાણ આઉટ પોસ્ટના કંપાઉન્ડમાં જાહેર હરાજી કરાશે

ProudOfGujarat

હાંસોટના સુણેવ ગામ નજીક એમ્બ્યુલન્સ પલટી જતા અકસ્માત, 2 લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!