Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રાત્રે ચાલુ વરસાદમાં રતન તળાવમાંથી બહાર આવી ગયેલા કાચબાને જીવદયા પ્રેમી નેચર પ્રોટેક્શન ટ્રસ્ટ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયો

Share

ભરૂચમાં રતન તળાવ નજીક રાત્રે અગિયાર વાગ્યાના સુમારે ધોધમાર વરસાદમાં એક જીવદયા પ્રેમીની સતર્કતાથી એક કાચબાનો જીવ બચ્યો હતો.સ્થાનિક રહેવાસી અને જીવદયા પ્રેમી જયેશભાઈ પુરોહિત કૂતરાંના ભસવાનો અવાજ સાંભળીને બહાર નીકળ્યા હતા, જ્યાં તેમણે જોયું કે રતન તળાવમાંથી એક કાચબો બહાર આવી ગયો હતો અને કૂતરાં તેને ફરતે વળી વળ્યા હતા. જયેશભાઈએ તરત જ કૂતરાંને કાચબાથી દૂર કરીને નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કર્યો હતો. હિરેન શાહની ટીમે સમયસર સ્થળ પર પહોંચીને કાચબાનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું અને તેને ફરીથી તળાવમાં સુરક્ષિત છોડી મૂક્યો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ગામનાં ત્રણ વિજેતા ઉમેદવારોનું ગાયત્રી મહિલા મંડળ દ્વારા સન્માન થયું.

ProudOfGujarat

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી,નાની નરોલીમાં આજ રોજ દીપડા આપણાં શત્રુ નથી મિત્રો છે અને દીપડનાં જીવનને જોખમથી બચવા પર અને સાપ સેફ્ટી & કેચિંગ ટ્રેનિંગ નેચર સેવિંગ ફાઉન્ડેશન ઓલપાડ, રજનીકાંત ચૌહાણ અને ટીમ રાખવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : વાગરા એ.પી.એમ.સી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!