Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૩૩ પૈકી ૨૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું

Share

ભરૂચ

ભરૂચ જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગતમાં આવેલ  અરજીઓ પૈકી ૩૩ અરજીઓ પૈકી ૨૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું. જ્યારે અન્ય બે પ્રશ્રો નીતિવિષયક તેમજ અન્ય ત્રણ પ્રશ્રો નકારાત્મક હતા. જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. સાથે સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે પ્રકારે કામગીરી કરવા લગતા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે દબાણરસ્તાને લગતાં પ્રશ્રો, મહેસુલ વિભાગપંચાયતનગરપાલિકા તથા સિંચાઈ વિભાગને લગત પ્રશ્નો અરજદારો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. જેનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ આવતા અરજદારોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેઅધિક નિવાસી કલેક્ટર એન.આરધાધલતેમજ અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૩૩ પૈકી ૨૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું

Advertisement

Share

Related posts

સુરતના યુવાન પાસે લગ્નની લાલચે એક લાખ ખંખેરી ફરાર થયેલી મહિલા ટોળકીને આમલેથા પોલીસે ઝડપી લીધી.

ProudOfGujarat

રાજપીપળા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી કેવડિયા સી પ્લેનમાં આવશે તેની પ્રથમ તસ્વીર સામે આવી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના સીંધોત ગામ નજીક ની સિમમાં  મધમાખીના ઝુંડે ત્રણ જેટલા લોકો પણ હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા હતા …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!