Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અર્ટીગા કારની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત : યુવતિ ગંભીર

Share

યુવાન મિત્રની સાળીને સમની ગામે મુકવા જતો હતો
ભરૂચ.
વાગરા તાલુકાના ઓરા ગામે રહેતાં દિલીપ શના વસાવાનો પુત્ર ધર્મેશ બપોરના સમયે તેમની બાઇક લઇને તેના મિત્રની સાળીને સમની ગામે મુકવા જાય છે તેમ કહી ઘરેથી નિકળ્યો હતો. તેના ગયાના અડધા કલાક બાદ અજાણ્યા શખ્સે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તેમના પુત્ર ધર્મેશની બાઇકનું સમની ગામે જવાના રોડ પર કેનાળાવાળા રસ્તે સુડી ગામની સીમમાં એક કાર સાથે અકસ્માત થયો છે. જેથી તેઓ તુરંત સ્થળ પર દોડી જતાં સ્થળ પર તેમનો પુત્ર ધર્મેશ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાાં પડેલો હતો. જ્યારે તેના મિત્રની સાળી આરતી વસાવાને પણ ઇજાઓ થઇ હતી. જ્યારે અકસ્માત સર્જનાર અર્ટીગા કાર પણ ત્યાંજ પડેલી જણાઇ હતી. તેમણે તપાસ કરતાં તે કાર સાયખા ગામના કુલદિપસિંહ રણાની હતી. તેણે બેફિકરાઇથી કાર હંકારી લાગી તેમના પુત્રની બાઇક સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ તે કાર મુકીને ત્યાંથી નાસી છુટ્યોહતો. ઇજાગ્રસ્તોને તેમણે તાત્કાલિક સારવાર માટે વાગરા સીએચસી ખાતે ખસેડ્યાં હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં તેમના પુત્રનું ગંભીર ઇજાઓને કારણે મોત થયાનું માલુમ પડ્યું હતું. જ્યારે તેના મિત્રની સાળી આરતીને ગંભીર ઇજાઓ હોઇ તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે તેમણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચમાં ભેરુનાથ વાસણ ભંડાર નામની દુકાનમાંથી અનઅધિકૃત ગેસ રિફિલિંગ અટકાવતી પોલીસ

ProudOfGujarat

આજથી હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસની શરૂઆત, ગુજરાતના મંદિરોમાં ભક્તોની ભીડ.

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીનાં કિનારે રેતીમાં છુપાવેલો દારૂ સાથે હનીફ દિવાન ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!