Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ…

Share

દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર ડીઝલ ચોરીને અંજામ આપતી ગેંગને કરજણ પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર કરજણ તાલુકાના સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરીનો ગુનો બન્યો હતો. જે ગુનો અન ડિટેક્ટ રહેવા પામેલ હોય જે ગુનો ડિટેક્ટ કરવા શ્રી એ.કે.ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર કરજણ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ઉપરોક્ત ગુનાને શોધી કાઢવા તાબાના તમામ અધિકારી/કર્મચારીઓને આ ગુનો શોધી કાઢવા ટેકનીકલ તથા હ્યુમન રિસોર્સ તથા સી.સી.ટી.વી ચેક કરવા જરૂરી સુચનાઓ આપી હતી. જે આધારે પો.સ.ઇ, વિ.એચ.મદાત તથા ચાર પોલીસ કર્મીઓની ટીમ તપાસ કરવા માટે કાર્યરત થઇ હતી તે દરમ્યાન દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે ઉપરની કટ પાસે એક નંબર પ્લેટ વગરની મારૂતી કંપની સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ રીતે જણાતા સ્વિફ્ટ ગાડીમાં તપાસ કરતા ડીઝલના ભરેલા તથા ખાલી કારબા તથા પ્લાષ્ટીકની પાઇપો મળી હતી. પોલીસે આ બાબતે આરોપીઓને પુછપરછ કરતા કોઇ સંતોષકારક જબાબ આપતા ન હોય જેથી પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉંડાણપુર્વક પુછપરછ કરતા ઉપરોક્ત ગુના બાબતે ડીઝલની ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી. ચારેય આરોપીઓ સામે પોલીસે ડીઝલ ચોરીના ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

Advertisement

Share

Related posts

અંકલેશ્વર હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ટ્રક-બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચકચાર…

ProudOfGujarat

કરજણ ડેમમાં ૨,૮૬,૧૨૫ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૭ દરવાજા મારફતે અંદાજે ૫૩,૮૨૫ ક્યુસેક પાણીનો આઉટફ્લો.

ProudOfGujarat

વર્લ્ડ વૉટર ડે પર સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ, વિશ્વમાં 26% વસતી પાસે પીવાલાયક ચોખ્ખું પાણી જ નથી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!