Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાની ગોદરેજ કંપની સાથે 4 ટ્રાન્સ્પોર્ટરો સહિત ડ્રાઇવર-કન્ડક્ટરોએ 8.25 કોરડની ઠગાઇ કરી

Share

મુંબઇ પોર્ટથી માલ ટ્રેલરમાં વાલિયાની ગોદરેજ કંપનીમાં ઠાલવવાનો હતો
રસ્તામાં જ અલગ અલગ પ્રકારના રો-મટિરીયલ ટ્રેલરમાંથી કાઢી લેતાં હતાં
ભરૂચ.
વાલિયા તાલુકાના કનેરાવ ગામે આવેલી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ પ્લોટ નંબર-3માં સુબીશ સુરેન્દ્રન નાયર યુનિટ હેડ આસીસ્ટન્ટ વાઇઝ પ્રેસિડન્ટ તરીકે છેલ્લાં નવેક મહિનાથી ફરજ બજાવે છે. તેમની કંપનીમાં વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમની કંપનીમાં ઓલિયો કેમિકલ્સ તેમજ સ્પેશિયાલિટી કેમિકલ્સ તથા તેના ડેરિવેટિવ્સનું ઉપ્તાદન થાય છે.જે માટે તેઓ ઇન્ડોનેશિયા, મલેશિયા, લેટિન અમેરિકા અને થાઇલેન્ડથી રોમટિરીયલ તરીકે લોરિલ આલ્કોહોલ, લોરલ આલ્કોહોલ, લોરિલ મિરિસ્ટિલ આલ્કોહોલ, લોરિલ આલ્કોહલ ઇથોકિસલેટ, લોરિલ ડાઇમિથાઇલ એમાઇન, ક્રૂડ ગ્લિસરિન તેમજ કોકો ડાઇ ઇથેનોલ એમાઇલ મંગાવવામાં આવે છે. જેનો ઉપયોગ સર્ફેક્ટન્સ અને સ્પેશિયાલિટીઝના ઉત્પાદનમાં થાય છે. આ મલાની આયાત કિઁમત US$ 200  થી US$ 3000 પ્રતિ મેન્ટ્રીક ટન સુધીનો હોય છે. દરમિયાનમાં તેમના સ્ટોકન ગણતરીમાં કંપનીને IOS ટેન્કર અને કન્ટેનરમાં સપ્લાય કરેલાં કાચા માલમાં 3 ટકા જેટલી ઘટ હોવાની જણાઇ હતી. એટલકે કે તેમને કુલ 8.22 કરોડનો માલમ ઓછો મળ્યો હતો. જેના પગલે તેમણે તપાસ શરૂ કરી હતી.
તેમની કંપનીએ 6 ટ્રાન્સપોર્ટરો જેમ કે, લિંક લોજિસ્ટિક્સ, ટ્રાન્સલિક, સોનુ કાર્ગો, ઓમ ટ્રાન્સપોર્ટ, તાજ ટ્રાન્સપોર્ટ તેમજ મિસ્ત્રી ટ્રાન્સ્પોર્ટને મુંબઇના નવા સેવા પોર્ટ પરથી વાલિયા અને મહારાષ્ટ્રના અંબરનાથી કંપની સુધી કાચો માલ પરિવહન કરવા માટે નિયુક્ત કરવામાં આવી છે. કંપનીએ તેમની ઝીણવટભરી તપાસ કરતાં લિંક લોજિસ્ટિક્સ, ટ્રાન્સલિક, સોનુ કાર્ગો, તેમજ તાજ ટ્રાન્સપોર્ટના સપ્લાયમાં જ ક્ષતિ હતી. તેમની પુછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ વાહનોના માલિક નથી તેઓ માયા લોજિસ્ટિક્સ, ભાસ્કર રોડ લાઇન્સ, રસી કન્ટેનર તેમજ પાંડે રોડલાઇન્સને સબ ટ્રાન્સ્પોર્ટરો રાખી તેમની પાસેથી વાહનો લે છે. જેને પગલે આ તમામે મેળાપી પણામાં IOS ટેન્કર તેમજ કન્ટેનરમાં કાચો માલનો કુલ 8.22 કરોડથી વધુની મત્તાનો મુદામાલ રસ્તામાં જ સગેવગે કર્યો હતો. જેથી તેમણે આખરે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચમાં ભીડભંજન ખાડી પાસે જુગાર પર LCBનો દરોડો, 3 ઝડપાયા, 4 ફરાર

ProudOfGujarat

ગુજરાતમાં કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ : રાજકીય માહોલમાં ગરમાવો.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરનાર ત્રણ ઇસમોની અટકાયત કરતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!