Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા ત્રીજા દીક્ષાંત સમારોહ ની ઉજવણી કરાઇ

Share

૬૩૫ વિદ્યાર્થીઓ ને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં અસાધારણ પ્રદર્શન કરનાર ૨૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીએ શુક્રવાર ના રોજ તેનો ત્રીજો દીક્ષાન્ત સમારોહ ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં પદ્મ ભૂષણ પ્રો. જે.બિ. જોશી, ચાન્સેલર, આઈસીટી, મુંબઈ, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ, રિટાયર્ડ IAS, સન્માનિત અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે યુપીએલ યુનિવર્સિટીના ચેરમેન એમેરિટસ  સાન્દ્રા શ્રોફ, યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી, ટ્રસ્ટીઓ, ગવર્નિગ બોડીના સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્યો, એકેડેમિક કાઉન્સિલ ના સભ્યો, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સભ્યો, પ્રોવોસ્ટ પ્રો. શ્રીકાંત વાઘ, રજિસ્ટ્રાર ધર્મેશ પટેલ, પરીક્ષા નિયંત્રક ડૉ. પૂર્વી નાયક, ડીન્સ, વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, અધ્યાપક ગણ, કર્મચારી ગણ અને વિદ્યાર્થી તેમજ તેમના માતાપિતા હાજર રહ્યા હતા. દીક્ષાન્ત સમારોહ માં માસ્ટર ઓફ એન્જિનિરીંગ, માસ્ટર ઓફ સાયન્સ, બેચલર ઓફ એન્જિનિરીંગ, બેચલર ઓફ સાયન્સ, ડિપ્લોમા, પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા ના ૬૩૫ વિદ્યાર્થીઓ ને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તદુપરાંત કાર્યક્રમમાં અસાધારણ પ્રદર્શન કરનાર ૨૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્ય અતિથિ પ્રો. જે.બિ. જોશી, સન્માનિત અતિથિ અરવિંદ અગ્રવાલ – તેમજ મંચ ઉપર બિરાજમાન,  સાન્દ્રા શ્રોફ,  અશોક પંજવાણી એ તમામ સ્નાતક વિદ્યાર્થીઓને સફળતા માટે અભિનંદન આપ્યા હતાં.


Share

Related posts

જંબુસરના કાવી ગામમાં બેન્ક ઓફ બરોડા માં ઇન્ટરનેટની સુવિધા ધીમી હોવાથી ગ્રાહકોને મુશ્કેલી

ProudOfGujarat

મહેમદાવાદ પાસે પીકઅપ ડાલામા સંતાડીને લઇ જવાતો પોશડોડાનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડીયા : માનવ વાસ્તવિક કેન્દ્ર રાજપારડી દ્વારા નવા માલજીપુરા ગામે યુવાનો માટે તાલિમવર્ગનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!