બે યુવાનો સાથે અગમ્ય કારણસર તકરાર બાદ મામલો બિચક્યો
ભરૂચ.
ભરૂચ તાલુકાના નિકોરા ગામે હોળી ચકલા વિસ્તારમાં રહેતો મુકેશ રમણ વસાવા ગત ૫મી નવેમ્બરે તેના ઘરે હતો. તે વેળાં રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં તેમના ઘર પાસે આવેલાં ભાથીજી મહારાજના મંદિર પાસે ઝઘડાનો અવાજ આવતાં તેઓ ત્યાં જોવા જતાં મંદિર પાસે બેસેલાં તેમના ભાણેજ અક્ષય વસાવા અને તેનો મિત્ર યોગેશ કે જે બન્ને કોલિયાદ ગામેથી તેમના ગામે શુક્લતીર્થ મેળામાં આવ્યાં હતાં તેમની સાથે ગામનો કાર્તીક ભરત વસાવા ઝઘડો રી રહ્યો હતો. જેથી મુકેશ તેમજ તેના પરિવારજનોએ તેમને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. અરસામાં કાર્તિકે અનુરાગ રામજી વસાવાને ફોન કરતાં ગામના સરપંચ વૈશાલી રામજી વસાવા, અનુરાગ રામજી વસાવા તેમજ તેમનો ડ્રાઈવ૨ જયેશ ગૌસ્વામી તેમની સ્કોર્પિયો કારમાં ત્યાં આવી પહોચ્યાં હતાં. અને તેઓ અક્ષય અને યોગેશને મારવા લાગ્યાં હતાં. મુકેશે તેમને તમે મારા ભાણેજને કેમ મારો છો પુછતાં જયેશ ગૌસ્વામીએ તેમને જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારી તમારી શું હેસિયત છે કે ગામના સરપંચ સામે લડો છો તેમ કહી તેમને લાકડીના સપાટા મારવા લાગ્યાં હતાં. અરસામાં તેમનું ઉપરાણું લઈને ચંપા રામજી વસાવા, રામજી ત્રિભોવન વસાવા, રીટા રામજી વસાવા, સુરેશ નટુ વસાવા તેમજ અંબુ ડાહ્યા માછી પટેલ ત્યાં દોડી આવ્યાં હતાં. અને મુકેશ તેમજ અક્ષય, યોગેશ સહિત મુકેશની બહેન મીરા‚ પુત્રી ભુમીકા સહિતનાઓને માર મારી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. મહિલા સરપંચ તેમજ તેના પરિવારજનો માથાભારે હોવાને કારણે તેમણે જે તે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે, બાદમાં તેમના સગા સંબંધીઓને તેમને હિંમત આપતાં આખરે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નિકોરા ગામે મહિલા સરપંચ સહિત ૯ સામે એટ્રોસિટી સહિતની ફરિયાદ
Advertisement
