લકઝરી બસમાં ૨૫ હજારનો વિદેશી દારુ સંતાડીને લઈ જતાં હતાં
। ભરૂચ ।
પાલેજના પીઆઈ એ. એ. ચૌધરી તેમજ તેમની ટીમના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતાં. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારીથી મોરબી તરફ જતી શિવ લહેરી ટ્રાવેલ્સની લક્ઝરી બસના ડ્રાઈવર-ક્લીનર એકબીજાના મેળાપીપણામાં સુરતથી વિદેશીદારુનો જથ્થો બસના ડેકીમાં ભરીને મોરબી લઈ જઈ રહ્યાં છે.
જેના પગલે પીઆઈ એ.એ. ચૌધરી, એએસઆઈ દિનેશ હરિસિંહ, હેકો રાકેશ જહાભાઈ, પોકો કરરાન તેજાજીએ ભરૂચ હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ચોક્કસ નંબર ટ્રાવેલ્સવાળી બસ આવતાં તેને ન્યુ બલવાસ હોટલ નજીક રોકી રોડની સાઈડમાં કરાવી તેનું ચેકીંગ કર્યું હતુ. દરમિયાનમાં બસના ડેકીમાં તપાસ કરતાં તેમાં વિદેશીદારુની નાની-મોટી બોટલો મળી કુલ ૨૫ હજારથી વધુનો વિદેશીદારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૭ લાખની લક્ઝરી બસ, દારુનો જથ્થો તેમજ બે મોબાઈલ મળી કુલ ૭.૩૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવર દેવા કાના બાળા (આહિર) (રહે. ફડસર ગામ, મોરબી) તેમજ જેન્દ્ર નરસિંહ પટેલ (રહે. લિમડી, જી. સુરેન્દ્રનગર) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
