Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સામાજિક એકતાનો સંદેશ આપનાર જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ (TPL) સીઝન-2 નો ભવ્ય પ્રારંભ

Share

ભરૂચ તાલુકાના જુના તવરા ગામમાં સામાજિક એકતાનો સંદેશ આપનાર જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ (TPL) સીઝન-2 –2025 નો આજે ભવ્ય પ્રારંભ થયો હતો. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં 10 ટીમો અને 170 થી વધુ યુવા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.

ગામના દરેક સમાજના યુવાનો એક પણ ભેદભાવ વગર એક જ મેદાનમાં ક્રિકેટ રમી શકે અને રમતના માધ્યમથી સમાજમાં પરસ્પર પ્રેમ, એકતા અને સહકારની ભાવના વિકસે તેવો હેતુ આ આયોજન પાછળ રહેલો છે. ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર રમત સુધી સીમિત ન રહી, ગામના સામાજિક તેમજ વિકાસ સંબંધિત કાર્યોમાં પણ યુવાનો એકસાથ જોડાય તેવો ઉમદા સંદેશ આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચની પૂર્વ પટ્ટી ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી ઝડપભેર શહેરી વિકાસ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને પ્રોત્સાહન મળે અને તેઓ સ્વવિકાસ તરફ આગળ વધી શકે તે માટે પણ આ ટુર્નામેન્ટ મહત્વપૂર્ણ ગણાય છે.આજે ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગામના વિવિધ સામાજિક અગ્રણી જેમ કે ગણપતસિંહ પરમાર, મનહરજી પરમાર, પ્રવીણસિંહ પરમાર,ડાહ્યાભાઈ આહીર (દક્ષિણ ગુજરાત આહીર સમાજ ઉપપ્રમુખ),બકોરભાઈ ઠાકોર,બાધર ગોહિલ, કેતન ગોહિલ, હસમુખ ગોહિલ, રણજીત વસાવા (ભરૂચ તાલુકા પંચાયત ઉપપ્રમુખ), પૃથ્વીરાજસિંહ પરમાર તથા શક્તિસિંહ પરમાર સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ પંથકમાં વેપારી એસોસિયેશન દ્વારા ગુનાખોરીની વારદાતોમાં થયેલા નોંધપાત્ર વધારા સામે બંધનું એલાન અપાયું.

ProudOfGujarat

રાજપીપળા જિલ્લા જેલના કેદીઓને રોજગારી તાલીમ આપશે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના તમામ સંસ્થાઓ મંડળો શાળા સંચાલકો ને કોંગ્રેસ દ્વારા બંધ પાડવા અપીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!