Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ-સરકાર દ્નારા ખાતેદારોને અત્યાર સુધીમાં કુલ રૂા. ૩૪.૬૭ કરોડનું ચૂકવણું કરાયું

Share

કલેક્ટર કચેરીના સકારાત્મક સહયોગથી ખેડૂતોને સારો ભાવ નક્કી કરાતા વીઘાદીઠ રૂા. ૩૨ લાખ સુધીનું ઉચ્ચ વળતર

ભરૂચ

Advertisement

ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજય સરકારે ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લેતા સંમતિ એવોર્ડ જાહેર કર્યો હતા. જમીન સંપાદનની પ્રક્રિયા અત્યંત ઝડપી, પારદર્શક અને ખેડૂત-લક્ષી અભિગમ સાથે ચાલી રહી છે. જમીન સંપાદન શાખના સક્રિય સહયોગના કારણે ૧૭મી નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ૭૭ જેટલા ખેડૂત ખાતેદારોએ સંમતિ કરાર કર્યા અને આ ૭૭ ખાતેદારોને અત્યાર સુધીમાં કુલ રૂા. ૩૪.૬૭ કરોડની માતબર રકમનું સફળતાપૂર્વક ચૂકવણું કરવામાં આવ્યું છે.
સરકારના મહત્વકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ખેડૂત-લક્ષી અભિગમ સાથે ચાલી રહી છે. સરકારશ્રી દ્વારા પ્રોજેક્ટ હેઠળ આવતા ૬ ગામો માટે જમીન સંપાદનનો દર વીઘા દીઠ રૂા. ૨૨ લાખથી લઈને રૂા. ૩૨ લાખ સુધીનો ઊંચો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. અંદાજિત ૫ હજાર કરતા પણ વધુ ખેડૂતોને લાભ થયો છે. આ ખાતેદારોમાં ગરીબ, આદિવાસી,વિધવા અને મોટા કુટુંબોનો સમાવેશ થાય છે. જમીનોના યોગ્ય ભાવ મળતાં અસરગ્રસ્ત ખેડૂતોના મોઢે રાજીપો દેખાઈ રહ્યો છે. આ સન્માનજનક રકમથી તેમના જીવનમાં ચૌક્કસ પરિવર્તન આવશે. એથી જ કલેક્ટર કચેરી ખાતે, ખેડૂત ખાતેદારો સાથે સંમતિ કરાર થયા બાદ, વળતરની રકમનું પેમેન્ટ તાત્કાલિક એજ દિવસે ચૂકવવામાં આવી રહ્યું છે.
આ વળતરથી અસરગ્રસ્ત ખેડૂતોમાં સંતોષની લાગણી પ્રવર્તી રહી છે. અંકલેશ્વર તાલુકાના સરફુદદિન ગામના ખેડૂત ખાતેદારશ્રી માજૂન રુસતમજીએ જમીનના ભાવ અને સમગ્ર પ્રક્રિયા માટે સંતોષજનક પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, તેમની જમીન માટે સરકારે સારો ભાવ મંજૂર કરીને સંતોષકારક રકમ ચૂકવી છે. કચેરી સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સહકારને લીધે, જમીન સંપાદન (‘સંમતિ એવોર્ડ’) ના હસ્તાક્ષરની તમામ પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થતા, તરત જ અમારી જમીનનું વળતર અમારા બેન્ક એકાઉન્ટમાં ચૂકી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર અને જિલ્લા વહીવટીતંત્રની ખેડૂતલક્ષી નીતિ અને વહીવટી તંત્રની ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ખેડૂતો પ્રત્યેની સંવેદના દાખવતાં અંકલેશ્વર તાલુકાના બોરભાઠા, બોરભાઠાબેટ, સક્કરપોર, સરફુદીન, તરીયા અને ધંતુરીયા ગામો માટે સરકારે હયાત જમીન માટે અને ડૂબાણની જમીનના પણ’ સંમતિ એવોર્ડ’ જાહેર કર્યા હતા. ત્યારે બાકીના ખેડૂતોપણ વહેલી તકે સંમતિ કરાર કરી આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ લે તેમ જિલ્લા વહીવટીતંત્રએ અનુરોધ કર્યા હતો.


Share

Related posts

વડોદરાના વરણામા નજીક પોલિટેક પ્લાસ્ટિક કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોરોનામાં પણ પૂર બહારમાં ખીલી ઉઠેલી ટીમરૂ પાનની સિઝન.

ProudOfGujarat

ઝઘડીયાના રાણીપુરા ગામે ગાડી જોઇને ચલાવો એમ કહેનાર પર મહિલા સહિત ત્રણનો હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!