Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સ્થાનિક સોસાયટીના 300 લોકોએ કર્યો NH 48 ઉપર એક કલાક સુધી ચક્કાજામ

Share

ભરૂચ.

ભરૂચ NH 48 ને અડીને આવેલી 10 થી વધુ સોસાયટીના 300 રહીશોએ બુધવારે હાઇવે પર ઉતરી એક કલાક સુધી ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

Advertisement

ભરૂચ હાઇવે પર નર્મદા ચોકડીથી ઝાડેશ્વર ચોકડી સુધી 10 થી વધુ સોસાયટીઓ આવેલી છે. જેઓ ખાસ કરી સવારે અને સાંજે શાળા, કોલેજ, નોકરી, કામકાજના સમયે કંપનીની લકઝરી બસો, ટ્રાન્સપોર્ટના ડમ્પરો, ટ્રકો, ટેમ્પાથી ત્રાહિમામ પોકારી ગયા હતા. આટલું ઓછું હોય તેમ સર્વિસ રોડની બાજુમાં આવેલા ડ્રેનેજના સ્લેબ પર કંપની કર્મચારીઓના મુકાતા ટુ વ્હિલરથી ચાલવાની જગ્યા પણ નહીં રહેતા કંટાળી ગયા હતા.

સર્વિસ રોડ પર લકઝરી બસો સહિત ભારે વાહનોનું આડેધડ પાર્કિંગ. કંપની કર્મચારીઓ દ્વારા બાઇકો સોસાયટી બહાર ગમે ત્યાં મૂકી જતા ચાલવાની જગ્યા પણ નહીં રહેતા સોસાયટીના રહીશોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.

વળી બાળકોને શાળા, કોલેજે જવા, લેવા મુકવાના સમયે સર્જાતી હાડમારી, અકસ્માતોનું સતત જોખમ. આડેધડ પાર્કિના લીધે રોજ સર્જાતા ટ્રાફિકજામથી શાળા, કોલેજો અને નોકરી, ઓફિસોમાં મોડું થતું હતું.

નર્મદા ચોકડીથી ઝાડેશ્વર ચોકડી સુધી રોજિંદી બની ગયેલી આ વિકટ સ્થિતિ સામે આજે હાઈવેની 10 થી વધુ સોસાયટીના રહીશોએ બાળકો સાથે બંડ પોકાર્યો હતો. હાઇવેનો સર્વિસ રોડ ચક્કજામ કરી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો.

ભારે વિરોધ સાથે મહિલાઓ, વૃધ્ધો, યુવાનો, બાળકો સાથે રસ્તા પર જ સમસ્યાના નિરાકરણની માંગ સાથે બેસી ગયા હતા. જેને લઈ જોત જોતામાં વાહનોની કતારો લાગવા સાથે બન્ને તરફનો સર્વિસ રોડ, ફ્લાયઓવર અને હાઇવે પર વાહનો થંભી ગયા હતા. કલાક સુધી હાઇવે પર વાહન વ્યવહાર અટકી જવા સાથે કતારો લાગતા અંતે સી ડિવિઝન પોલીસ દોડી આવી હતી. વિરોધ કરી રહેલા 10 સોસાયટીના લોકોને હાઇવે પરથી અટકાવી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કવાયત હાથ ધરી હતી. રહીશોએ સર્વિસ રોડ આપવા, ગેરકાયદે થતા પાર્કિંગ બંધ કરાવવા, સિગ્નલ અને બમ્પ મુકવાની માંગ કરી હતી. જે અંગે જિલ્લા પોલીસ વડા અને કલેકટર ધ્યાન નહિ આપે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી.


Share

Related posts

PM મોદી 3 દિવસમાં બેવાર આવશે ગુજરાત, 2 ઓક્ટોબરે લેશે પોરબંદરની મુલાકાત..

ProudOfGujarat

ખેડા : કઠલાલમાં બંધ મકાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર

ProudOfGujarat

અંકલેશ્વરની એમ ટી એમ ગર્લ્સ સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!