Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇલાવ ગામ સ્થિત આર.કે. વકીલ હાઈસ્કૂલમાં 58મો તાલુકા યુવા ઉત્સવ યોજાયો

Share

હાંસોટના ઇલાવમાં 58મો તાલુકા યુવા ઉત્સવ યોજાયો હતો. 10 શાળાના 132 સ્પર્ધકોએ કલાત્મક અને સાહિત્યિક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.તાલુકા ના વિદ્યાર્થીઓ એ ભજન, નિબંધ, વક્તૃત્વ, લોકગીત, વેસ્ટમાંથી બેસ્ટ અને સમૂહ ગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.

હાંસોટ તાલુકાના ઇલાવ ગામ સ્થિત આર.કે. વકીલ હાઈસ્કૂલમાં 58મા તાલુકા કક્ષાના યુવા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં તાલુકાની 10 શાળાઓના કુલ 132 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. રાજ્યના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ આ યુવા ઉત્સવનું આયોજન થયું હતું. તેમાં વિવિધ કલાત્મક અને સાહિત્યિક સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં હાંસોટના મામલતદાર રાજન વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સામાજિક આગેવાન વનરાજસિંહ પટેલ, એપીએમસીના ચેરમેન અનંત પટેલ, તાલુકા ભાજપના મહામંત્રી જીગ્નેશ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, ગામના સરપંચ નિશા રાઠોડ, ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ, આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી અને પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિતના આગેવાનો અને શાળા પરિવાર હાજર રહ્યો હતો. વિદ્યાર્થીઓએ ભજન, નિબંધ, વક્તૃત્વ, લોકગીત, વેસ્ટમાંથી બેસ્ટ અને સમૂહ ગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.આ યુવા ઉત્સવનું આયોજન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના મુખ્ય હેતુથી કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

નાણાં મંત્રી અરુણ જેટલીની પુત્રી-જમાઈ અને બેન્ક કૌભાંડી મેહુલ ચોક્સી દ્વારા ભારત દેશના કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાના મુદ્દે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

આગામી તા.૨૧મી નવેમ્બરે ભરૂચ જિલ્લાના ONGC દહેજ અને LNG PETRONET દહેજ ખાતે ખાતે રાજયકક્ષાની મોક ડ્રીલ યોજાશે

ProudOfGujarat

વાંકલ : માંગરોલ તાલુકાની 53 ગ્રામપંચાયત માટે પ્રિસાઇડીંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!