Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉંબાડિયું અંકલેશ્વર રસિયા ની જીભે ચોટ્યું

Share

દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉંબાડિયું અંકલેશ્વર રસિયા ની જીભે ચોટ્યું છે. વલસાડનાં પરિવાર અંકલેશ્વર -ભરૂચ રોડ પર છેલ્લા 5 વર્ષથી ઉંબાડિયું વેચવા આવે છે. રોજના 8 થી 10 માટલાનું વેચાણ કરે છે.વલસાડ ના સોલંકી પરિવાર પ્રતિવર્ષ ફેબ્રુઆરી સુધી અહીં આવી વ્યવસાય કરે છે

શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઊંબાડિયું લોકોને આકર્ષિત કરી રહી છે. આ પારંપારિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ આરોગ્યપ્રદ પણ છે. અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત ની શિયાળા ની વાનગી એવી ઉબરિયા નો ચટકો હવે અંકલેશ્વર -ભરૂચ વાસીઓ ને પણ લાગ્યો છે. ઉંબરિયા માં માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે.માત્ર શિયાળામાં મળતી વાનગી છે જે માટીના માટલામાં પાપડી, બટેટા, રીંગણ, શક્કરિયા તથા રતાળુ કંદ નાખીને લસણ મરચાની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે.આ માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે માત્ર વરાળથી બનતું આ ઉંબાડિયું લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું છે.જેમાં ના તો કોઈ વધુ મરી મસાલા હોય છે કે ના તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર વરાળથી બફાતું આ ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હિતકારી માનવામાં આવે છે. કારણ કે તમામ પ્રકારના શાકભાજી તેની અંદર ઉમેરો કરાય છે. છેક વલસાડ થી અંકલેશ્વર આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી અને તેમના પરિવાર દુકાન પર રોજ 80 થી 100 કિલોથી વધુ ઉબાડિયું વેચાય છે, જ્યાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદથી લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે.

Advertisement

Share

Related posts

“નિશાચર,” એક મર્ડર મિસ્ટ્રી વેબ સિરીઝ જે આજે રિલીઝ થવાની છે, તે તમને સ્તબ્ધ કરી દેશે.

ProudOfGujarat

હોટલ દર્શન પાસેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ ગાડી  ઝડપી પાડી……

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે દોશી સમાજનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!