Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બોઈદરા ગામમાં શેરડીના ખેતરમાં એનસીટીએલની પાઇપલાઇનમાં લીકેજ થી ખેડૂતોને લાખોનું નુકશાન

Share

અંકલેશ્વર બોઈદરા ગામમાં શેરડીના ખેતરમાં એનસીટીએલની પાઇપલાઇનમાં લીકેજ થી ખેડૂતોને લાખોનું નુકશાન નો આક્ષેપ કર્યો છે. વળતર ના મુદ્દે સહમતી ના સંધાતા એક વર્ષ થી લાઈન સમારકામ ના થતાં લીકેજ યથાવત જ છે. એન.સી.ટી દ્વારા વધુ પડતા વળતર ને લઇ સમસ્યા છે. વહીવટી તંત્ર માં પણ રજુઆત કરી ખેડૂત વળતર નો મુદ્દો ઉકેલવા પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. આગામી દિવસ માં પોલીસ પ્રોટેક્શન સાથે રીપેર કરવા કંપની ની પેરવી કરી રહ્યું છે.

અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામમાં સર્વે નંબર 544 માં જીગરકુમાર દીપકભાઈ પટેલનું ખેતર આવ્યું છે. તેમના ખેતરમાં એક વર્ષ પૂર્વે એન.સી.ટીની અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીની ટ્રીટેડ પાણી 45 કિમિ દૂર દરમિયાન ઠલવામાં માટે નંખાયેલા પાઇપ લાઈન ભંગાર પડ્યું હતું જેને લઇ કેમિકલ યુક્ત પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. જે અંગે જીગરભાઈ પટેલ એ એન.સી.ટી માં ફરિયાદ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી જો કે ” પ્રથમ વળતર નક્કી કરો ત્યારબાદ સમારકામ કરો” ના વલણ વચ્ચે લીકેજ અત્યાર સુધી બંધ થયું નથી. જે અંગે એન.સી.ટી અને ખેડૂત વચ્ચે વળતર ના મુદ્દે છેલ્લા એક વર્ષથી ચાલી આવતી ખેંચતાણ વચ્ચે હજુ પણ પાણી ખેતર માં રહેતા શેરડી ના ઉભા પાક અને જમીન ને નુકશાન થઇ રહ્યું છે. આ એક તરફ ખેડૂત જીગરભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર પાનોલી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ ગાંધીનગર સુધી રજુઆત હતી હતી એન.સી.ટી મારી લાખો રૂપિયા ના જમીન અને પાક ના નુકશાની વળતર સામે 25 હજાર નું જ વળતર આપવાની વાત કરી રહ્યું છે. વધુ માં પોલીસ પ્રોટેક્શન લઇ સમારકામ કરવાની વાત કરી રહ્યા છે. જીપીસીબી દ્વારા પણ કંપની જોડે સમસ્યા જણાવી તેમની જોડે વાત કરવા જણાવી રહ્યા છે. આ અંગે એન.સી.ટી ના અધિકારી ચીફ ઓપરેશન હેડ ઉમેશ ચૌહાણ એ ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે એક વર્ષથી વધુ પડતા વળતર ની માંગણી ને લઇ સમારકામ થઇ શકાતું નથી. આ અંગે મામલતદાર અને એસ.ડી.એમ જાણ કરી હતી તેઓ દ્વારા પણ ખેડૂતોને સાંભળવા માટે બોલાવાયા હતા. જેથી વળતર નક્કી થઇ શકે પરંતુ હજુ સુધી આ મુદ્દે ઉકેલ આવ્યો નથી. લીકેજ બંધ કરવા માટે તાલુકા પ્રશાસન ની મજૂરી બાદ પોલીસ પ્રોટેક્શન સાથે ટૂંક માં લીકેજ રિપેર કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચના શુક્લતીર્થ ગામના વસાવા ફળિયામાં આંક ફરકનો જુગાર રમતા બે ઈસમોને હજારોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

ઝઘડિયા GIDC માં ચાલતા દારૂના જથ્થાના કાર્ટિગ દરમિયાન દરોડા પાડી ભરૂચ ક્રાઇમ બ્રાંચે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

વલસાડમાં દોઢિયા અને નોનસ્ટોપ ગરબા વચ્ચે શેરીગરબાનો દબદબો યથાવત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!