Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસરના સામોજ ગામે પતિ-પત્નીનો દારૂણ અંત : પત્નીની હત્યા બાદ પતિએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Share

ભરૂચ
જંબુસર તાલુકાના સામોજ ગામે આજે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના ઘટી છે. અગમ્ય કારણોસર પતિએ પોતાની જ પત્નીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી હતી, ત્યારબાદ આત્મહત્યાનો પ્રયાસ કરી ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન પતિનું પણ મોત થતાં ગામમાં શોક અને ચકચારનું વાતાવરણ ફેલાયું છે.
મળતી વિગતો મુજબ સામોજ ગામના બુધેસંગ શંકરભાઈ પઢિયારે ખેતરમાં પોતાની પત્ની ગીતાબેન પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે ગીતાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ બુધેસંગે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેને સ્થાનિક લોકોની મદદથી જંબુસર આરોગ્ય કેન્દ્ર પહોંચાડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ અવસાન થયું છે.
દુર્ઘટનાની જાણ થતાં જ વેડચ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા ગીતાબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પતિ-પત્ની વચ્ચેના વિવાદ અને હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા પોલીસે તપાસને તેજ કરી છે.

Share

Related posts

ભરૂચનાં મહંમદપુરા ખાતે આવેલ APMC ને શરૂ કરવાની માંગણી કરવા મજૂરો, વેપારીઓ અને ખેડૂત અગ્રણીઓ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી.

ProudOfGujarat

ભરૂચ : શક્તિનાથ વિસ્તાર ગંદકીથી ભરપૂર : પ્રજા અને નગરપાલિકાની કામગીરી બંને જવાબદાર…??

ProudOfGujarat

સ્ટેટ વિજિલન્સએ વિદેશી દારૂનો જથ્થો પાલેજ નજીકના વરેડીયા ગામ પાસેથી ઝડપી પાડ્યો.રૂપિયા ૫ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ૨ આરોપી ઝડપાયા.એક વોન્ટેડ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!