Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ભરૂચી નાકા પાસે જલારામ નાળું બંધ કરાયું  છતાં યુવક નીકળવા જતા પટકાયો

Share

અંકલેશ્વર માં દાંડી હેરિટેજ માર્ગ નેશનલ હાઇવે નંબર 64 પર આવેલ ભરૂચી નાકા જલારામ મંદિર બાજુ માં વરસાદી કાંસ પર બનેલો વર્ષો જૂનો પુલ જર્જરિત થતા નવીનીકરણ માટે બંધ કરવામાં આવ્યો છે. બંધ કરવા ને પણ આજે 15 મોં દિવસ થઇ રહ્યો છે. છતાં તંત્ર જાણે બ્રહ્મ મુહૂર્ત ની રાહ જોતા હોય એમ હજુ કામ ચાલુ થયું નથી. આ વચ્ચે લોકો રોડ બ્લોક કર્યો હોવા છતાં એક સાઈડ થી છટકબારી શોધી ત્યાં થી જીવના જોખમે પસાર થઇ રહ્યા છે. જે અંગે 3 દિવસ પૂર્વે જ અહેવાલ પ્રકાશિત કરી લોકો અને તંત્ર ને ચેતવ્યા હતા. જો કે તંત્ર એ તો આ પરત્વે અનદેખી કરી રહ્યું છે. તો લોકો પણ જાહેરનામું પ્રસિદ્ધ થયું હોવા છતાં અને જીવ પર ખતરો ઉભો થતો હોવા છતાં ખતરો કે ખેલાડી બની રહ્યા છે. બે દિવસ પૂર્વે જ એક યુવતી મોપેડ લઇ નીકળવા જતા બેલેન્સ ના ગુમાવ્યું હતું અને ખાડી ના બદલે રોડ સાઈડ પટકાતા જીવ બચ્યો હતો પરંતુ પગે હાડકું તૂટ્યું હતું. અને ગાડી 20 ફૂટ ઊંડી વરસાદી કાંસમાં પડી હતી. જે બાદ ગત રાત્રીના પણ એક યુવક ત્યાંથી ગાડી કાઢવા જતા અંધારા માં નજરે ના પડતા ગાડી સાથે સીધો જ કાંસ માં પટકાયો હતો. જો કે ઇસમેં ત્યાં ઉગી નીકળેલા ઝાડીઓ ની ડાળખી પકડી લેતા બચી ગયો હતો પરંતુ ગાડી સીધી જ અંદર પડી હતી જેને લોકો એ દોરડા બધી ખેંચી બહાર યુવક સાથે બહાર કાઢી હતી. માત્ર 3 દિવસ માં બીજી ઘટના સામે આવી છે. જો હાઇવે આ પરત્વે ધ્યાન ના આપે તો સ્વયં બેરીકેટ લગાવી પાલિકા ની જનતા નું રક્ષણ કરે એ જરૂરી છે. તો સંબંધિત વિભાગ ને ત્વરિત અસરે કામ શરુ કરવા માટે જે તે વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ને રજુઆત કરે એ જરૂરી બન્યું છે. નહીં તો ક્યાં જયારે ચાલુ થાય તેના એક દિવસ પૂર્વે બંધ કરી તે પહેલા બેરીકેટ હટાવી લેવા સ્થાનિકો અપીલ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંડવા ગામમાં ભાથીજી મંદિર પાસેથી 6 જુગારીઓને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ભરૂચમાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ 16 મિમી વરાસાદ નોંધાયો

ProudOfGujarat

ભરૂચ : ગોલ્ડન બ્રિજમાં ફરી સર્જાયો ટ્રાફિક જામ, ટેમ્પો બંધ પડતાં અનેક વાહનો અટવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!