Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની મારામારીના કેસમાં ૩ વર્ષથી ફરાર આરોપી ઈન્દોરથી ઝડપાયો

Share

ભરૂચ એલસીબીએ ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લીધી

ભરૂચ

Advertisement

દહેજ ખાતે વડિયા ફળિયામાં વર્ષ ૨૦૨૨માં ૧૦મી માર્ચના રોજ સવારના સમયે નજીવા મુદ્દે એક શખ્સ સાથે થયેલી તકરારમાં યુવાન અને તેના મામા પર ચપ્પુથી હુમલો કરી શખ્સ ભાગી ગયો હતો. દરમિયાનમાં ભરૂચ એલસીબીની ટીમે આરોપીને મધ્યપ્રદેશના ઈન્દોરથી ઝડપી પાડયો છે.

મુળ વેસ્ટ બંગાળનો અને હાલમાં દહેજના વાડિયા ફળિયા વિસ્તારમાં રહેતો કિરણ ચાંદ મોહમંદ શેખ તેના મામા મોહમંદ સદરેઆથમ મિયા તેમજ તેમની સાથે અક્ષર લેબમાં કોમ્પ્યુટર ઓપરેટર ઓપરેટર તરીકે કામ કરતાં અખિલેશ ગંગારામ દિવાકર (રહે. બસ્તી, એમપી) સાથે રહેતો હતો. વર્ષ ૨૦૨૨માં ૧૦મી માર્ચના રોજ સવારના નવેક વાગ્યે તેણે અખિલેશ પાસે લેબની બાઈકની ચાવી માંગતા તેણે ચાવી આપી ન હતી. બાદમાં તે જતો રહેતાં અખિલેશે તેના મામા મોહમદ સાદરે આલમને ફોન કરી જણાવ્યું હતું કે, તે બાથરૂમમાં હતો ત્યારે તેનો ભાણીવો કિરણ બહારથી દરવાજો બંધ કરી જતો રહ્યો છે.જેથી તેઓ મામા-ભાણીયા તુરંત રૂમ પર જતાં અખિલેશે તેમની સાથે ઝઘડો કર્યો હતો. તેને આવેશમાં આવી ચપ્પાથી બન્ને ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને અંજામ આપી તે ભાગી ગયો હતો. દરમિયાનમાં ભરૂચ એલસીબીની ટીમે ફરાર આરોપીને શોધી ઝડપી પાડવાની ઝુંબેશ શરૂ કરતાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, અખિલેશ દિવાકર હાલમાં મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં છે, જેથી એલસીબીની એક ટીમે ઈન્દોર ખાતે પહોંચી ભૌગોલિક પરીસ્થિતીનો તાગ મેળવ્યા બાદ આખરે અબિલેશ દિવાકરને શોધી કાઢયો હતો.ટીમે તેને ઝડપી પાડી દહેજ પોલીસને હવાલે કરતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

શિક્ષણનો વેપાર કરતા લોકોની છટકબારી માટે સરકારે FRC કમિટી બનાવી:હરેશ વસાવા,મંત્રી પ્રદેશ કોંગ્રેસ.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વરના જુના સરદાર બ્રિજના પ્રવેશ દ્વાર પાસે એંગલમાં ટ્રેલર ઘુસી જવાથી અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરી રમજાન ઈદની ઉજવણી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!