Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લાઈફ ઈન્સ્યોરન્સ પર વીમો મેળવવાની લાલચ આપી યુવાન સાથે ૨૯.૫૦ લાખની ઠગાઈ

Share

અંક્લેશ્વરના કોસમડી ગામના યુવાન સાથે ફોન પર સંપર્ક કરી વાતોમાં ભોળવ્યો હતો
અંકલેશ્વરના કોસમડી ગામે આવેલી શ્રીજી ગજાનંદ સોસાયટી ખાતે રહેતાં વિજય રઘુનાથ જીતકરવડોદરાની જે.એમ. ઈટ ઓમેક ખાતે સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે. દરમિયાનમાં ઓકટોબર ૨૦૨૧માં તેમના મોબાઈલ પર એક શખ્સનો ફોન આવ્યો હતો. જેલે પોતાની ઓળખ મુંબઈની એચડીએફસી બેન્કના સેલ્સ વિભાગમાંથી પ્રવિણ દેશમુખ તરીકે ઓળખ આપી હતી. તેણે તેમને લાઈફ ઈન્સ્યોરન્સ માટેની જાણકારી આપી હતી. તેમજ તેમણે પોલીસીની સામે તેમને વ્યાજ વિનાની લોન મળશે તેમ સમજાવી તેમને વિમો લેવા માટે તૈયાર કર્યા હતાં.
જે બાદ પ્રવિણ દેશમુખના સાગરિતોએ પોતાની ઓળખાણ વીમા લોકપાલ ઓફિસના કર્મી રાજેશ દિક્ષીત, મિસ્ટર ઝા, ગૌરવ મહેતા, દિપક સિંથ સહિતનાઓએ તેમની પત્નીના નામથી અલગ અલગ ૧૩ ઈન્સ્યોરન્સ પોલીસી ખોલાવડવી હતી. તેમજ લોન મેળવવા માટે અલગ અલગ એકાઉન્ટમાં રુપિયા જમા કરાવ્યાં હતાં. જે બાદ વિમાની સામે વીના વ્યાજની લોન લેવી હોય તો બેન્ક એકાઉન્ટ ખોલવા દબાણ કર્યું હતું. ઉપરાંત તે એકાઉન્ટ નહીં ખોલાવે તો તેમને રુપિયા પરત નહીં મળે તેવી ધમકીઓ આપી હતી, જે બાદ એકાઉન્ટ ખોલાવડાવી તેમાં પણ તેમણે અલગ અલગ બહાના હેઠળ રૂપિયા જમા કરાવડાવ્યાં હતાં. ગઠિયાઓની ટોળકીએ તેમને અલગઅલગ બહાને ભોળવીને તેમજ ખોટી લાલચ આપીને તેમની પાસેથી ૨૯.૫૦ લાખની છેતરપિંડી કરી હતી. બનાવને પગલે તેમણે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ ક્રોપ લાઈફ કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ…

ProudOfGujarat

અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો.

ProudOfGujarat

ન્યુઝ 18 ઇન્ડિયા ચેનલનાં એંકર દ્વારા મુસ્લિમ સંત વિષે અભદ્ર ટિપ્પણી કરનારનાં વિરોધમાં આમોદ મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!