Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વડદલા-ભરૂચ વચ્ચે ન્યાયમંદીર હોટલ સામે રીક્ષા પલટી જતાં 5 ને ઇજા

Share

ભરૂચ

ભરૂચના વડદલા ગામે સરિતા રેસિડેન્સી ખાતે રહેતાં અને મુળ યુપીના ગોરખપુરના વતની દેવેન્દ્ર રામનરેશ રાજભર તેમની પત્ની સંજના, નાનાભાઇ દિપસાગર તેમજ કૌટુંબીક ભત્રીજા અજીત સાથે રહે છે. સવારના નવેક વાગ્યે દેવેન્દ્ર રાજભર તેમના સંબંધીઓ કલરકામ કરવાનો વ્યવસાય કરતાં હોવાની તેઓ તેમના નાનાભાઇ દિપસાગર તેમજ કૌટુંબીક ભત્રીજા અજીત તેમજ અન્ય એક ભત્રીજા ધનંજય ઉર્ફે જીનત સાથે  વડદલા ગ્રામ પંચાયતથી ઝાડેશ્વર ચોકડી ખાતે આવવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં ન્યાય મંદિર હોટલ પાસેથી પસાર થતાં સમયે રીક્ષ ચાલકે કોઇ કારણસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં તેણે રીક્ષા ડિવાયડર પર ચડાવી દેતાં રીક્ષા પલટી ગઇ હતી. અકસ્માતમાં તેઓને ઇજાઓ થઇ હતી. લોકોએ દોડી આવી રીક્ષા ઉભી કરી તેમજ તેમજ ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં રીક્ષા ચાલક ત્યાંથી નાસી છુટ્યો હતો. ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : શ્રી ક્ષત્રિય આહીર શીમ્પી સમાજ દ્વારા 50 જેટલી વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

રાજપીપળા : સાગબારા તાલુકાના ગામ સીમની પાદરમાં એક વિધવા મહિલાની જમીનને હડપી લેવા કોશિશ કરતા નિર્ભયા ટીમે ન્યાય અપાવ્યો.

ProudOfGujarat

ભરૂચમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ : ગત રાત્રીથી જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘમહેર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!