Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભુસ્તર વિભાગે અનધિકૃત ખનિજ વહન કરતા વાહનો ઝડપી પાડ્યાં : ભરૂચ જિલ્લામાંથી કુલ ૪.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

Share

 

ફ્લાઈંગ સ્કવોર્ડ સુરત અને ભરૂચ ક્ષેત્રિય તપાસ ટીમની સંયુકત કામગીરી

Advertisement

। ભરૂચ !

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ  ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદેશથી સરપ્રાઈઝ ચેકીંગ અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃત્તિ મળી આવ્યેથી કાયદેસર તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભરૂચ જિલ્લામાં ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કલાઈંગ સ્કવોર્ડ સુરત તથા જિલ્લા કચેરી, ભરૂચ ટીમના સંકલનમાં રહીને પણ સરપાઈઝ ચેકીંગની કામગીરી સતત થઈ રહી છે. ચાલુ સપ્તાહમાં તારીખ ૧૦ મી ડીસેમ્બર થી ૧૨ મી ડીસેમ્બર સુધી જિલ્લાના અલગ અલગ સ્થળોએ તપાસ અને કાયદેસરની કાર્યવાહી થઈ છે. તા.૧૦ મી ડીસેમ્બર ૨૦૨૫ ના રોજ ભૂસ્તરશાસ્ત્રી ભરૂચની ક્ષેત્રીય ટીમ દ્વારા ભરૂચ તાલુકાના શુકલતીર્થ તથા વાગરા ખાતેથી સાદી માટી અને સાદી રેતીનું બિનઅધિકૃત બનિજ વહન કરતા અન્ય વધુ ૪ ડમ્પર વાહનો જપ્ત કરી ૧.૨૦ કરોડનો મુદ્દામાલ પકડી સીઝ કર્યો હતો. ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ખાતે સાદી માટી ખનીજના બિનઅધિકૃત ખનન/વહન બદલ કુલ ૧ એલેવેટર મશીન તથા ૯ ટૂંક, ડમ્પર પકડી ૨.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

તા.૧૧ મી ડીસેમ્બર ૨૦૨૫ ના રોજ ભરૂચના શુકલતીર્થ નર્મદા નદીપટ ખાતે સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન વહન માટે ૧ એલ્વેટર મશીન તથા ૨ ટ્રક, ડમ્પર પકડી ૧.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેની નિયમોનુસાર દંડકીય વસુલાત કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આમ તા.૧૦ મી ડીસેમ્બર ૧૨ મી ડીસેમ્બર ૨૦૨૫ દરમ્યાન ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ, ફ્લાઈંગ સ્કોવોર્ડ, સુરત અને ભરૂચ ક્ષેત્રિય તપાસ ટીમની સંયુકત કામગીરી દરમ્યાન ભરૂચ જિલ્લામાંથી કુલ ૪.૯૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાવો હતો.

 

 


Share

Related posts

અશકય બન્યું શકય : વડોદરાનાં કરજણ તાલુકાના વેમાર ગામના એક ધરતીપુત્રએ પોતાના ખેતરમાં કરી સફરજનની ખેતી .

ProudOfGujarat

જિલ્લા પુરવઠા અધિકારી ધ્‍વારા દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા

ProudOfGujarat

લાંચ ભારે પડી -1,25 લાખ ની લાંચ લેતા ભરૂચ નાં નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!