Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તપોવન સંસ્કાર કેન્દ્રના ૨૫મા વર્ષ નિમિત્તે ૭ KM ની ફ્રી ‘ન્યૂ યર હાફ મેરેથોન’ ૦૪ જાન્યુઆરીએ યોજાશે

Share

ભરૂચ,
ભરૂચ સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર અને સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન/વુમન્સ બી.એડ. કોલેજ દ્વારા સંયુક્ત રીતે સંસ્થાના ૨૫ વર્ષની વર્ષગાંઠ નિમિત્તે ‘તપોવન ન્યૂ યર હાફ મેરેથોન – ૭ KM ઇવેન્ટ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ રવિવાર, ૦૪/૦૧/૨૦૨૬ ના રોજ સવારે ૦૬:૩૦ કલાકે શરૂ થશે. મેરેથોનનો રૂટ કસક સર્કલથી તુલસીધામ, ચાર રસ્તા સુધી જઈને પરત ફરવાનો રહેશે. આ દોડમાં પ્રવેશ સંપૂર્ણપણે વિનામૂલ્યે (Free Entry) રાખવામાં આવ્યો છે. આ મેરેથોનના વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે, જ્યારે મેરેથોન પૂર્ણ કરનાર તમામ સહભાગીઓને મેડલ એનાયત કરવામાં આવશે. આ ૭ KM ની દોડમાં નાગરિકોને મોટી સંખ્યામાં ભાગ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકાના રૂંઢ ભીલવાડા ગામે લગ્નમાં 50 થી વધુ માણસો ભેગા કરી તથા ડિજે વગાડતા 4 ઈસમો સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા આરોગ્ય, મોટર અને કોર્પોરેટ સેગમેન્ટમાં 14 નવા પ્રોડક્ટ્સની રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી, સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્રમક ચર્ચા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!