Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કેપી ગૃપ બોત્સવાનામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ૩૬ હજાર કરોડનું રોકાણ કરશે

Share

રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટના વિકાસ માટે પાંચ ગીગાવોટનો પ્લાન્ટ સ્થાપિત રહેશે

।ભરૂચ !

Advertisement

રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, ઉર્જા સંગ્રહ અને વીજ ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ માટે કેપી ગૂપે રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર સાથે આજે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જે વર્ષ ૨૦૩૦ સુધી બોત્સવાનાને નેટ ઝીરો દેશ બનાવવાના લક્ષ્ય માટે મદદરૂપ બનશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીના બોત્સવાનાના પ્રવાસ બાદ કેપી ગૃપ અને બોત્સવાના રીપબ્લિક સરકાર વચ્ચે થયેલ મેમોરેન્ડમસ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એક મહત્વનપુર્ણ પગલું છે.

આ સમજૂતી કરાર પર બોત્સવાનાના ખનિજ અને ઉજા મંત્રાલય તથા કેપી ગ્રુપ વચ્ચે હસ્તાયર કરવામાં આવ્યા છે. એમઓયુ હેઠળ કેપી ગ્રુપ અને બોત્સવાના સરકાર રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટના વિકાસ સાથે મળીને કામ કરશે. જેના માટે અંદાજે ૪ મિલિયન (આશરે 3600 કરોડ) ના મૂડી રોકાણની જરૂર પડશે. પ્રોજેક્ટમાં બુટિલીટી સ્કેલ સોલાર વિન્ડ અને હાઈબ્રિડ પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટથી બોત્સવાના કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા લગભગ ૫ ગીગાવોટ સુધી વધારવામાં મદદ મળશે. ઉપરાંત દક્ષિણ આફ્રિકા સહીત પડોશી દેશો સાથેની વીજ આંતરજોડાણોને મજૂબત બનાવી પ્રાદેશિક વીજ ટ્રાન્સમિશનને સક્ષમ બનાવવાનો ઉદેશ પણ રાખવામાં આવ્યો છે. આ સમજૂતીના ભાગરૂપે કેપી ગૃપ ટેકનિકલ અને વ્યવસાયિક વિકાસ પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરશે. જેમા ફિઝિબિલિટી પ્રોજેકટ ડિઝાઈન, ફાઈનાન્સિંગ, ભાંધકામ, કમિશનિંગ તેમજ રિન્યુએબલ એનર્જી અને સ્ટોરેજ એસેટેસનું લાંબા ગાળાનું ઓપરેશન મેઈન્ટેનન્સ સામેળ છે.

બોત્સવાનાના વિદ્યાર્થીઓને વાર્ષિક ૩૦ શિષ્યવૃત્તિ મળશે

આ સહયોગના ભાગરૂપે કેપી ગુપ બોત્સવાનાના વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી, એન્જિનીયરીંગ, સસ્ટેનેટીબીલીટી અને સંલગ્ન શાખાઓમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે વાર્ષિક ૩૦ શિષ્યવૃત્તિઓ પુરી પાડશે. આ પહેલનો ઉદ્દેશ સ્થાનિક ક્ષમતાનું નિર્માણ કરવાનુ, નોલેજ ટ્રાન્સફરને પ્રોત્સાહન આપવાનું અને બોત્સવાનાના યુવાનોને દેશના સ્વચ્છ ઉર્જા પરિવર્તનમાં સક્રિયપણે ભાગ લેવા માટે સશકત બનાવવાનો છે.
MOU થી બોત્સવાનાને લાંબા ગાળે આર્થિક-પર્યાવરણીય લાભ મળશે

બોત્સવાના સરકારના ખનિજ અને ઉર્જા મંત્રી બોગોલો જોય કેનેવેન્ડાએ જણાવ્યુ હતુ કે,  હાઈડ્રોજન-એમિનિયા ક્ષેત્રે, બેટરી એનર્જી સ્ટોરેજ, ઓફશોર અને ફલોટીંગ સોલાર ક્ષેત્રે પણ કેપી ગ્રુપ પર્દાપણ કરી ચુક્યું છે, મારતમાં કેપી ગ્રુપની ૪૫ એકરમાં સ્ટેટ ઓફ આર્ટ ફેબિકેશન-ગેલ્વેનાઈઝીંગ ફેસિલિટી છે. કેપી ગ્રુપ સાથે ભાગીદારી દ્વારા બોત્સવાના સ્વચ્છ ઉર્જા ઈન્ફસ્ટ્રકચરના ઝડપી વિકાસ, પ્રાદેશિક વીજળી જોડાણને મજબુત બનાવવા અને દેશ માટે લાંબા ગાળાની આર્થિક તથા પર્યાવરણીય લાભો પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.
બોત્સવાનાના સોલાર અને વીન્ડ એનર્જીની વિશાળ તકો છે

કેપી ગૃપના સ્થાપક ચેરમેન એમ.ડી. અને પ્રમોટર ડો.હારૂક જી.પટેલે જણાવ્યુ હતુ કે, કેપી ગૃપ માટે આ સહકાર ભારતની બહાર તેની રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં તેની ઉપસ્થિતિ અંગેનું એક વ્યુહાત્મક વિસ્તરણ પગલું છે. ઉલ્લેખનીય છે કે કેપી ગૃપનો આજદીન સુધી ભારતમાં રિન્યુએબલ ક્ષેત્રે & ગીગાવોટનો પોર્ટફોલિયો છે અને તે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦ ગીગાવોટના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. બોત્સવાનામાં સોલાર અને વિશ્વ એનર્જીની વિશાળ સંભાવનાઓ છે.


Share

Related posts

વાગરાની દહેજ GIDC અદાણી પાવર લી. કંપનીને રેતી ખનન મામલે 16 કરોડનો દંડ ફટકારવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

પંચમહાલ: વિદેશી મહેમાનોએ માથે ગરબો મુકીને નવરાત્રીની મોજ માણી.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનું પાલન ના કરી ટયુશન કલાસો ચલાવતા શિક્ષકો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!