Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ વકીલ મંડળની ચૂંટણીનું પરીણામ જાહેર, પ્રદ્યુમનસિંહ સિંધા 11મી વાર પ્રમુખ બન્યા

Share

। ભરૂચ !
ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની આ વખતની ચૂંટણી ભારે રસાકસી ભરી બની હતી. આ વખતે ચુટણીમાં કુલ ૩ પેનલ ઉતરી હતી. બાર એસોસિએશનના કુલ ૮૭૯ વકીલ મતદારો પૈકીના ૭૫૫ મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ચુંટણીમાં કુલ ૮૯.૧૯ ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મત ગણતરીની પ્રક્રિયા ચાલી હતી. જેમાં આખરે પ્રદ્યુમનસિંહ સિંધા 11મીવાર પ્રમુખ તરીકે ચુંટાયાં હતાં.
ગુજરાતભરમાં શુક્રવારે ૧૯મી ડિસેમ્બરના રોજ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરાયું હતું. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વકીલ મંડળની યોજાયેલી ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. ભરૂચ જિલ્લા બાર એસોસિએશનમાં પ્રથમવાર ત્રણ પેનલ ઉતરી હતી. જેમાં સહકાર પેનલ, પરિવર્તન પેનલ તેમજ સમરસ પેનલે પોતાનું જોર આજમાવ્યું છે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર તેમજ કમિટી સભ્યો મળી કુલ 16 બેઠકો માટે કુલ ૫૦ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતાં. ભરૂચ જિલ્લા બાર એસોસિએશનમાં નોંધાયેલાં ૮૬૭ મતદારો પૈકી ૭૫૫ વકીલોએ બેલેટ પેપર થકી મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી કમિશનર કમલેશ સોની દ્વારા ચૂંટણી બાદ બપોર બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જોકે, મત ગણતરી પ્રક્રિયા લાંબી ચાલી હતી. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ સિંધાને 328 મત, અજબખાન સિપાહીને 285 મત જ્યારે વિરેન પટેલને 127 મત મળતાં પ્રદ્યુમનસિંહ સિંધા 11મીવાર પ્રમુખ બન્યાં હતાં.

Share

Related posts

સી ડીવીઝન પોલીસ વિસ્તારમાં ચોરીનો સિલસિલો યથાવત: સાઈ કૃપા કોમ્પ્લેક્ષમાં ચોરીનો બનાવ બન્યો

ProudOfGujarat

માસ્ટરનો ટાર્ગેટ માંગરોલા-અંકલેશ્વર કોંગ્રેસમાં ગાબડું-મગન પટેલ (માસ્ટર)એ સમર્થકો સાથે પાર્ટીને કરી બાય-બાય, ટીકીટ વહેંચણી મુદ્દે નારાજગી વ્યક્ત કરી આપ્યું રાજીનામું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : આખરે આશરે છેલ્લા 2 વર્ષથી ખંડેર હાલતમાં પડેલ શાળા નંબર 6 સ્કુલનું ખાતમૂહુર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!