Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ

Share

આપ અને કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર અપાયું

। ભરૂચ ।

Advertisement

બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર દ્વારા તાજેતરમાં જ એક સરકારી પત્ર વિતરણના કાર્યક્રમ વેળા ડો. નુશરત પરવીનને તેમનું નિમણૂંક પત્ર આપતી વેળાં તેમણે પહેરેલો હિજાબ અયોગ્યરીતે પકડીને તેમના ચહેરા પરથી હિજાબ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે એક સન્માનિત પદ હોવા છતાં નિતિશકુમાર દ્વારા કરવામાં આવેલાં કૃત્યને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યોછે. ઘટનાને લઈને સમગ્ર મુસ્લીમ સમાજ અને લઘુમતી સમુદાયની ધાર્મિક અને વ્યક્તિગત લાગણીને ઠેસ પહોંચી છે.

કાયદા અને સાશનમાં કોઈ પણ વ્યક્તિ ઉચ્ચપદ પર હોય અને તેને કોઈ પણ ધર્મની મહિલાનું અપમાન કરવાની છુટ આપી શકાય નહીં. તેથી આ સમગ્ર ઘટનાને લઈને ભરૂચ જિલ્લાની આમ આદમી પાર્ટીના આગેવાનો-કાર્યકરો તેમજ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો-કાર્યકરોએ સોમવારે કલેક્ટર કચેરી સામે સમગ્ર ઘટનાની નિંદા કરી કસુરવાર સામે કાર્યવાહી કરી તમામ લોકો માટે એક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.


Share

Related posts

હાલોલમાં વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા શ્રીજી પ્રતિમાનું ઉત્સાહભેર આગમન કરાયું

ProudOfGujarat

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ટીટોડી ચાર ઈંડા મૂકતા આ વખતે વરસાદ જિલ્લામાં સારો પડે તેવી માન્યતા માનતા લોકો કહી રહ્યા છે.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કાર ચોરીના આરોપીને ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!