Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લામાં અમલમાં રહેલી પાણી પુરવઠા તથા સ્વચ્છતા સંબંધિત યોજનાઓને વધુ અસરકારક બનાવવા તાકીદ

Share

ભરૂચ જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ વાસ્મોની બેઠક યોજાઈ

 

Advertisement

ભરૂચ

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો),ની બેઠક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિનાં અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકનો હેતુ જિલ્લામાં અમલમાં રહેલી પાણી પુરવઠા તથા સ્વચ્છતા સંબંધિત યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી, વધુ અસરકારક અમલીકરણ માટે જરૂરી દિશાનિર્દેશ આપવાનો હતો.

બેઠકની શરૂઆતમાં અગાઉ યોજાયેલી સમિતિની 13 મી નવેમ્બરે મળેલી બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈને સર્વસંમતિથી બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન (વાસ્મો) ના સમિતિના હાજર રહેલા સભ્યો સાથે જિલ્લાની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની પંમ્પીંગ મશીનરી/પેનલ બોર્ડ વગેરે કારણોસર યોજનાનું સંચાલન થતુ ન હોય અને પાણી પુરવઠા યોજના બંધ હોય તેવી તમામ યોજનાઓની અંગેની ચર્ચા, હર ઘર સર્ટીફીકેશનની કામગીરી, પાણી પુરવઠા યોજનાઓ બાબતે, ગતિ શક્તિ પોર્ટલ પર થયેલ એન્ટ્રી બાબતે ચર્ચા, પાણી ગુણવત્તા ચકાસણી અને એફટીકે થી ટેસ્ટીંગ પ્રોગ્રેસના કામોની વિસ્તૃત માહિતી, જિલ્લાના ગામોમાં પીવાના પાણીના સોર્સ સસ્ટેનીબીલીટી અંગેનો પ્લાન વર્ષ ૨૦૨૫-૨૬ અને SBM યોજના અંગેની સમીક્ષા ગ્રામ્ય કક્ષાના પંપ ઓપરેટરોને હેડવર્ક્સ ખાતે તાલીમ આપવાની બાબતે ચર્ચા કરી, પાણી પુરવઠા વ્યવસ્થા વધુ કાર્યક્ષમ અને સુચારૂ બને તે અંગે સૂચનો કરવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત ૦ થી ૩૦ ટકા પાણી વેરા વસુલાત ધરાવતાં ગામોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી તેમજ પાણી વેરા વસુલાત પ્રોત્સાહન યોજના અંતર્ગત વધુ સારા પરિણામો પ્રાપ્ત થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરએ જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન સમિતિના સભ્યોને જણાવ્યું હતુ કે, જિલ્લાના છેવાડાના ગામોને પ્રાધાન્ય આપી લોકો સુધી પાણી પહોંચાડવા ખાસ અનુરોધ કર્યો હતો. બેઠક દરમિયાન પાણી સંરક્ષણ, નિયમિત વેરા વસુલાત અને સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો આ બેઠકમાં જિલ્લા પાણી પુરવઠા અધિકારી સહિત જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 


Share

Related posts

ભરૂચ શહેર અને જિલ્લામાં ઉતરાયણ પર્વની હર્ષઉલ્લાસ સાથે થયેલ ઊજવણી ,એ લપેટ કાયપો છે ની ગુંજ વચ્ચે જોવા મળ્યા લોકો..

ProudOfGujarat

અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજના વિદ્યાર્થી ને બે ગોલ્ડ મેડલ… યુનિવર્સિટી દ્વારા સન્માન કરાયુ….

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે માંડવી પ્રાંત સાહેબને આપ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!