Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ પંથકમાં એસ.ટી.બસના દરવાજે લટકી મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબુર, વિડીયો થયો વાયરલ

Share

ભરૂચ:

ભરૂચમાં આમોદ વિસ્તારમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એસ.ટી. બસમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે મુસાફરી કરતા નજરે પડે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બસની અંદર ક્ષમતા કરતાં વધારે મુસાફરો ભરાયા છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓ બસના દરવાજા પર લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે.રોજિંદા અભ્યાસ માટે આવનજાવન કરતા વિદ્યાર્થીઓને યોગ્ય બસ સુવિધા ન મળતા તેઓ પોતાની જિંદગી જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. બસની અંદર પગ મૂકવાની પણ જગ્યા ન હોવાથી વિદ્યાર્થીઓને દરવાજા પર ઊભા રહીને પ્રવાસ કરવો પડી રહ્યો છે.
આ ઘટના સામે આવ્યા બાદ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકો દ્વારા એસ.ટી. તંત્ર પાસે વધારાની બસો ચલાવવાની અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ સાયન્સ સિટીમાં પાંચ દિવસ ‘સાયન્સ કાર્નિવલ’ યોજાશે.

ProudOfGujarat

કેવી રીતે થયો ભરૂચ ઝધડીયા GIDC માં બ્લાસ્ટ ? ઔદ્યોગિક એકમોમાં બ્લાસ્ટમાં કેમ થાય છે કામદારોનાં મૃત્યુ ? …જાણો વધુ.

ProudOfGujarat

PMO 15’દિમાં જણાવે વિદેશથી કેટલું કાળું નાણું પાછું આવ્યું, લોકોના ખાતામાં કેટલા જમા કરાવ્યાઃ માહિતી પંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!