Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શેરબજારમા ટૂંકાગાળામાં સારા પ્રોફિટની લાલચમાં નિવૃત્તે 1.17 કરોડ ગુમાવ્યાં

Share

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી ખાતે આવેલી મલ્હાર ગ્રીનસીટી સોસાયટીમાં રહેતાં અને બિરલા ગ્રાસીમ કંપનીમાંથી જનરલ મેનેજરની પોસ્ટ પરથી નિવૃત્ત થયેલાં શિવરતન પાનમલ શેઠિયાનો મોબાઈલ નંબર ગત ૧૫મી ઓક્ટોબરના રોજ કોઈ અજાણ્યા શખ્સ નીર્મલ બેંગ સિક્યુરીટી પ્રા. લી. નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો. જેમાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની ટીપ્સ આપવામાં આવતી હોવાનું તેમને જણાવાયું હતું. તેઓ ગ્રુપમાં જોડાયાના થોડા જ સમયમાં દિવ્યા નામની ઓળખ આપી એક મહિલાએ તેમને ફોન કર્યો હતો. તેમજ તેઓ એનબી સિક્યુરિટીઝ ઈન્સ્ટીટ્યુશનલ ટીમ તરફથી વાત કરતી હોવાનું તેમજ તે પ્રોફેસર સુનિલ જૈનની આસિસ્ટન્ટ હોવાની ઓળખ આપી હતી. જે બાદ તેણે શેર ખરીદવાની ટીપ્સ આપી હતી. જેના આધારે તેમણે તેમની પત્નીના નામે ચાલતાં ડીમેટ એકાઉન્ટથી શેર ખરીદ્યા હતાં. જોકે તેમાં તેમને નુકસાથી થઈ હતી. જે અંગે તેમણે દિવ્યાને ફોન કરી જાણ કરતાં તેણે તેમને તેમના નુકસાનની ભરપાઈ કરાવી આપવાની ખાત્રી આપી તેમને તેમની સંસ્થામાં અલગથી એકાઉન્ટ ખોલાવવુ પડશે તેમ કહી તેમની પાસે એકાઉન્ટ ચાલુ કરાવ્યાં હતાં. જે બાદ તેમની પાસે ખાતામાં રૂપિયા જમા કરાવ્યાં હતાં. જેમાં ૫૦૯ ટકા નફોડ બતાવ્યોહ તો. જે બાદ તે રકમ ઉપાડવા માટે વિવિધ પ્રકારની ફી તેમજ અન્ય પ્રક્રિયાઓ માટેની ફી જણાવી તેમની પાસે તબક્કાવાર રૂપિયા જમા કરાવતાં તેમણે કુલ ૧.૧૮ લાખ રૂપિયા જમા કર્યાં હતાં. જેની સામે તેમણે માત્ર ૬૦ હજાર જેટલી રકમ જ ઉપાડી શક્યાં હતાં. એટલકે બાકીના અંદાજે ૧.૧૭ લાખની તેમની સાથે ઠગાઈ કરી હતી. સમયાંતરે તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતાં આખરે તેમણે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વાગરાનાં ઓચ્છણ-પહાજ નજીક અકસ્માત સર્જી ફરાર થયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલ ભેગો કર્યો

ProudOfGujarat

ભરૂચનાં ભોલાવ ખાતે આજરોજ ઉદય કેર ટ્રસ્ટ દિલ્હી દ્વારા ગામની વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

અંકલેશ્વરના બોરીદ્ર ગામ પાસેની આમલાખાડીમાંથી વન વિભાગની ટીમે 7 ફૂટ લાંબો મગર ઝડપી પાડ્યો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!