Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયામાં 5 પોલીસ સ્ટેશનનો 56 લાખનો દારૂનો નાશ કરાયો

Share

ભરૂચના ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ મથકમાં ઝડપાયેલ રૂ.56 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

ભરૂચના ઝઘડિયા તાલુકામાં વિવિધ પ્રોહિબિશન ગુના હેઠળ પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂની કુલ કિંમત રૂપિયા 56.62 લાખથી વધુ આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં ઝઘડિયા, ઝઘડીયા જીઆઇડીસી, – રાજપારડી, નેત્રંગ અને વાલિયા સહિત – કુલ 5 પોલીસ સ્ટેશન તરફથી જપ્ત કરાયેલા મુદ્દામાલનો સમાવેશ થાય છે. જેમાં કુલ 27,723 બોટલ પ્રતિબંધિત વિદેશી દારૂનો નાશ કરાયો હતો. દારૂના નાશની આ પ્રક્રિયા ઝઘડિયા જીઆઇડીસી ખાતે યોજાઈ હતી. મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અને ઝઘડિયા તાલુકાના એસડી.એમની અધ્યક્ષતામાં રોડરોલર ફેરવીને દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં તાજેતરમાં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણી વર્ષ 2024 માં ન્યાયિક અને મુક્ત રીતે યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખનાર પોલીસ કર્મીઓનું રેન્જ આઇ.જી. દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

નાસાએ શેર કરી આ ગ્રહની શાનદાર તસવીર, લોકોએ કહ્યું- હીરાથી ઓછું નથી.

ProudOfGujarat

સુરત : સંતોષ બની ગયો અબ્દુલ્લાહ : ધર્મ પરિવર્તનનો આંખ ખોલતો કિસ્સો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!