ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વર્ષ ર૦૧૮-૧૯ની ઘટના
પોકસોની કલમ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં કેસ ચાલી ગયો હતો
। ભરૂચ !
બિહારના એક શખ્સના મૃત્યુ બાદ તેની પત્ની તેમજ તેમનો ૧૨ વર્ષ૮ મહિનાની એક પુત્રી તેમજ ૧૧ વર્ષનો પુત્ર બિહાર રહેતાં હતાં. જોકે, વર્ષ ૨૦૧૯માં મહિલાએ તેના સાસુ સસરા સાથે ઝઘડો થતાં તે પોતાના બન્ને સંતાનો સાથે પરત ભરૂચ આવી ગઈ હતી. મહિલા અંક્લેશ્વરમાં નોકરી કરતી હતી તે વેળો અલ્તાફ દિવાન નામના શખ્સ સાથે તેના સંબંધ બંધાયાં હતાં. જે અંગે પરિવારજનોને જાદા થતાં મહિલા સાથે તમામ સંબંધ તોડી નાંખ્યાં હતાં. જોકે, બન્ને બાળકોએ નજીકમાં રહેતાં તેના ફોઈના ત્યાં આવતા જતાં હતાં.
દરમિયાનમાં ગત ૨૪મી માર્ચ ૨૦૧૯ના રોજ સગીરા તેના ભાઈ સાથે તેના ફોઈના ઘરે આવી પહોંચી હતી. તેણે ચોંકાવનારો ઘટરફોટ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં એક વર્ષથી તેની સાથે ઘરમાં અલગ અલગ રુમોમાં બદકામ કરતો હતો. અને અવારનવાર શારીરિક છેડછાડ કરતો હતો. તેણે તેની માતાને જાણ કરતાં તેણે પણ તેની વાત નહીં માની તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જે બાદ પણ અલ્તાફ દિવાને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોઈ આખરે તે ત્યાંથી ભાગી આવી હતી. ઘટનાને પગલે તેણે વધુમાં જણાવ્યું હતું કે, તેની માતા તેમજ અલ્તાફ દિવાન રાત્રીના સમયે તેને વેચી દેવાની વાતચીત કરતાં હોવાથી તે ત્યાંથી ભાગી આવી હતી.
બનાવને પગલે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી હતી. અરસામાં ભરૂચના ત્રીજા એડિશન સેસન્સ અને સ્પે. પોક્સો જજ હિતેશ હરીલાલ ગાંધીની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ પી. બી.પંડયાએ ફરિયાદી પક્ષે રજૂ કરેલાં ૨૯ દસ્તાવેજી પુરાવા તેમજ ૧૧ સાહેદોની જુબાની તેમજ વકીલની દલીલોને ચાહ્ય રાખી આરોપી અલ્તાફ દિવાનને કસુરવાર ઠેરવી આજીવન કેદનો હુકમ કર્યો હતો. સાથે સાથે ભોગ બનનાર સગીરાને ૧૦ લાખનું વળતર ચુકવવા તેમજ આરોપીને ફટકારેલાં ૧.૭૫ લાખના દંડની અડધી રકમ ચુકવવા હુકમ કર્યો હતો. જ્યારે તેની માતાને શંકાના લાભ આપી મુક્ત કરાઈ હતી.
