Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

RAC ના ચાર્જની હરીફાઈમાં સિનિયરો કાપી જૂનિયરની નિમણૂંકથી કચવાટ 

Share

પહેલાં સ્થાનિક કક્ષાએ ચાર્જ અપાયો, બાદમાં સરકારમાંથી નિમણૂંક કરાઈ
એન. આર. ધાંધલની બદલી થતાં જગ્યા ખાલી પડી હતી
। ભરૂચ ।
ભરૂચના RACની બદલી બાદ તેમની જગ્યા ખાલી પડેલી જગ્યાએ સિનિયર અધિકારીને ચાર્જ સોંપવામાં આવે તેમ ચર્ચાઈ રહ્યું હતું. ત્યાં જુનિયર એટલે કે સ્ટેમ્પ ડ્યુટી અને જમીન સંપાદનના ડે. કલેક્ટરને RACનો ચાર્જ સોંપવામાં આવતાં સિનિયર અધિકારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં વિવિધ અધિકારીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો.જેમાં ભરૂચ કલેક્ટર કેચરીના RAC એન. આર. ધાંધલની બદલી થતાં તેમની જગ્યા ખાલી પડી હતી. તેમના સ્થાને સરકારમાંથી અન્ય કોઈને પોસ્ટીંગ આપ્યુ ન હોવાને કારણે ભરૂચ-વાગરાના એસડીએમ મનિષા મનાણી, અંકલેશ્વર હાંસોટના એસડીએમ ભવદીપસિંહ જાડેજા, જંબુસર-આમોદના એસડીએમ ડો. સુપ્રિયા ગાંગુલી કે વાલિયા-નેત્રંગના એસડીએમ ડો. પંકજ વલવીને અથવા તો ડીઆરડીએના અધિકારી નૈતિકા પટેલ પૈકી કોઈ એકને સિનિયોરીટી પ્રમાણે ચાર્જ સોંપવામાં આવે તેમ લાગી રહ્યું હતું. જોકે, RACનો ચાર્જ સ્ટેમ્પ ડયુટી અને જમીન સંપાદનના ડે. કલેક્ટર પાર્થ જયસ્વાલને પહેલાં સ્થાનિક કક્ષાએ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. બાદમાં સરકારમાંથી પણ તેમને જ ચાર્જમાં રાખવાનો ઓર્ડર આવતાં સિનિયર અધિકારીઓમાં કચવાટ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સિનિયોરીટી હોવા સાથે તેઓ સીધેસીધા ઈન્ચાર્જ તરીકે દાવેદાર હોવા છતાં તેમના નામો કપાઈને જુનિયરને અને તેમાંય ડે. કલેક્ટરને ચાર્જ સોંપવામાં આવતાં સમગ્ર મામલામાં કચેરીનું આંતરિક રાજકારણ ખેલાયુ કે પછી ઉચ્ચ કક્ષાએ થી જ ખેલ ખેલાયો તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે.

Share

Related posts

અંકલેશ્વરમાં સામાજીક ક્ષેત્રે કાર્યરત ગુંજ સોશિયલ ગૃપ દ્વારા પાંચમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : જલધારા ચોકડી પાસે એક બુટલેગર XUV 500 ફોર વ્હીલર ગાડી અને ઇંગ્લિશ દારૂ મૂકીને ફરાર.

ProudOfGujarat

જામનગર : રેલવેમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!