Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઘરમાં મહિલાઓ-બાળકો એકલાં હતા ને તસ્કરોનો ઘ૨માં ૧.૭૫ લાખનો હાથફેરો

Share

પિતાની તબીયત લથડતાં પુત્ર તેમની સાથે હોસ્પિટલમાં ગયાં હતાં
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે રત્નદિપ બંગ્લોઝ ખાતેની ઘટના
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામે રત્નદિપ બંગ્લોઝ ખાતે રહેતાં વનરાજસિંહ ધીરજસિંહ ખેર ખેતીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરમાં તેમની પત્ની, બે સંતાનો સહિત તેમના માતા-પિતા સાથે રહેતાં હતાં. દરમિયાનમાં તેમના પિતા ધીરસિંહની કોઈ કારણસ૨ તબિયત બગડતાં વનરાજસિંહ તેમના પિતાને લઈને હોસ્પિટલમાં ગયાં હતાં. જેના પગલે તેમની પત્ની કરીશ્માબેન તેમજ માતા રંજનબેન અને બે સંતાનો ઘરે એકલાં હતાં. તેઓ પોત-પોતાના રુમમાં સુઈ ગયાં હતાં તે વેળાં મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં ઉપરના માળે કોઈ માણસોનો ચાલવાનો અવાજ આવતાં તેમણે ઉઠીને જોતાં તેમના રુમનો સામાન વેરવિખેર પડેલો હતો. જેથી તેમણે દોડીને તેમના સાસુના રુમમાં જતાં ત્યા તેમના રુમની તિજોરીઓ પણ ખુલ્લી પડેલી જણાઈ હતી. અને તમામ સામાન વેરવિખેર પડેલો હતો. તેમના ઘરના પાછળના ભાગે આવેલાં રસોડામાં જઈ જોતાં બારીની ગ્રીલના ત્રણ સળિયા તુટેલાં જણાયાં હતાં. જેથી તેઓ તેમના ઘરના ઉપરના માળે જતાં ત્યાની તિજોરીઓ પણ ખુલ્લી પડેલી હતી. અને તમામ સામાન વેરવિખેર પડેલો હતો. અરસામાં તેમના ઘરની પાછળથી ત્રણથી ચાર જણાં ભાગતાં તેમણે જોયાં હતાં. તેમણે ઘરમાં ચોરી થયેલાં સામાનની ગણતરી કરતાં તસ્કરો કુલ ૧.૭૫ લાખની મત્તાના સોનાના દાગીનાની ચોરી કરી રફૂચક્કર થઈ ગયાં હોવાનું જણાયું હતું. તેમણે તેમના પતિને જાણ કરતાં ઘરે દોડી આવ્યાં હતાં. દરમિયાનમાં તેમના ગામમા જાત્રા પ્લોટ તરફ જવાના રોડ પર રહેતાં રાજેન્દ્રસિંહ કસરસિંહ પ૨મા૨ના ઘરે પણ તસ્કરોએ દરવાજો તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમના ઘરેની કોઈ સામાનની ચોરી થઈ ન હતી. બનાવને પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરનો ઝેરી વેસ્ટ સુરત લઈ જતાં કૌભાંડીઓ વિરુધ્ધ ફરિયાદ…

ProudOfGujarat

વિરમગામમાં સૃષ્ટીના સર્જનહાર ભગવાન વિશ્વકર્માના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે

ProudOfGujarat

આમોદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસના ભાગરૂપે પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓએ સંકલ્પ લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!