Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરનો ઝેરી વેસ્ટ સુરત લઈ જતાં કૌભાંડીઓ વિરુધ્ધ ફરિયાદ…

Share

GPCB  ને જાણ કરનાર વ્યક્તિને જાનથી મારી નાખવાની સોપારી આપી…

ફરિયાદ ગભરૂ ભરવાડની FIR પોલિસે તપાસ શરૂ કરી…

Advertisement

અંક્લેશ્વર-દહેજથી ઝેરી વેસ્ટ સુરત લઈ જઈ ખાડીમાં ઠાલવનાર શખ્સો વિરુધ્ધ GPCB ને ફરિયાદ કરનાર વ્યકતિને જાનથી મારી નાંખવા સોપારી આપી હોવાની ચોંકાવનારી ફરિયાદ સુરત ખાતે નોંધવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતનાં સચિન ખાતે આગમ નવકાર રેસિડેન્સીમાં એફ-૨૦૧ નંબરના મકાનમાં રહેતાં પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલાં ગભરૂ ભીખાભાઈ ભરવાડ” જય ઠાકર કામધેનુ ગૌરક્ષા ટ્રસ્ટ”  નામની સંસ્થા ચલાવે છે અને વિશ્વહિંદુ પરિષદ સુરતનાં ગૌરક્ષા પ્રમુખ છે તેમણે સુરતનાં એક ધર્મેશ નામનો ઈસમ અંક્લેશ્વર અને દહેજથી ઝેરી કેમીકલ વેસ્ટ લાવીને સચિન ઉધ્યોગનગર હોજીવાલા ખાતે ખાડીમાં ઠાલવતા હોવાની જાણ થતાં GPCBનાં અધિકારિઓએ સ્થળ પર મુલાકાત પણ કરી હતી, GPCB નાં અધિકારિઓની મુલાકાત બાદ ગભરૂ ભરવાડે તા.૧૯/૬/૨૦૧૮નાં રોજ આ બનાવ સંદર્ભે સચિન પોલિસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી,

દરમિયાન તા.૨૧/૬/૨૦૧૮ નાં રોજ ગભરૂ ભરવાડ પાંડેસરા ખાતે ગૌરક્ષાનાં કામથી ગયા હતાં ત્યારે ત્યાંનાં સાથી કંટી ભરવાડે ગભરૂ ભરવાડ અને તેમનાં મિત્ર મેહુલ ભરવાડને જાનનો ખતરો હોવાનું જણાવ્યું હતું. અને આમાં સચિનનાં જ બે વ્યક્તિઓ સંદિપ ગુપ્તા અને અખિલ પારકર કે જેઓ ગભરૂનાં પરિચિત છે તેમણે ભરત ભરવાડ નામનાં વ્યક્તિને સોપારી આપી હોવાનું જણાવ્યું હતું. ભરત ભરવાડે પણ આ બાબતે પૂછતાં સોપારી આપી હોવાની વાત કબુલી હતી. આથી ગભરૂ ભરવાડે તા. ૨૭/૬/૨૦૧૮ નાં રોજ સુરત પોલિસ કમિશનર કચેરીએ સંદિપ ગુપ્તા અને અખિલ પારકર વિરૂધ્ધ અરજી ફરિયાદ આપી હતી જે સચિન પોલિસ મથક્ને સોંપાતા સચિન પોલિસે સંદીપ ગુપ્તા અને અખિલ પારકર વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અંક્લેશ્વર-દહેજ જેવો ઔદ્યોગિક વસાહતમાંથી ઝેરી વેસ્ટ ગેરકાયદેસર રીતે સુરત લઈ જવાનાં કિસ્સાઓ અગાઉ પણ ઝડપાયાં છે ત્યારે GPCB અને પોલિસતંત્ર આ બાબતે વધુ જાગ્રૃત નહિં બને તો આવાં કિસ્સાઓ લોહિયાળ પણ સાબિત થાય એ સંભાવના નકારી શકાય એમ નથી ત્યારે આ બાબતે ધનિષ્ઠ તપાસ હાથ ધરી દોષીઓ સાથે કડક પગલાં લેવાય એ ઈચ્છનીય છે.


Share

Related posts

મધ્યપ્રદેશના વિદિશામાં કુવામાં પડી ગયા 15 લોકો : બચાવ માટે NDRF ની ટીમ રવાના.

ProudOfGujarat

અંકલેશ્વર-પાનોલીની કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી ૨ કામદારના મોત અન્ય ૩ ઘાયલ-જાણો વધુ..

ProudOfGujarat

શા માટે ભારતમાં એક પણ વખત ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું નથી ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!