Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં ગૌમાસ કટિંગ કરનારા 3 ઝબ્બે, 130 કિલો ગૌમાસ જપ્ત

Share

 

 

Advertisement

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગૌમાસ કટિંગના મામલે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. કાગદીવાદ વિસ્તારમાં આવેલી દુધિયાપીર દરગાહ સામેના એક મકાનમાંથી ગૌમાસનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ કાર્યવાહીમાં લબરમુછીયા સહિત ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસે સ્થળ પરથી અંદાજે 130 કિલો ગૌમાસ ઉપરાંત કટિંગ માટે વપરાતા હથિયારો જપ્ત કર્યા છે. સાથે જ રીક્ષા, મોપેડ, વજન કાંટો સહિત કુલ અંદાજે રૂ. 85 હજારનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.આ મામલે આસિફ ઇકબાલ ઉર્ફે મિન અને રસીદ કાદર મલેકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સંડોવાયેલા અન્ય ઇસમો અંગે પણ પૂછપરછ ચાલુ છે.


Share

Related posts

ભરૂચ કલેકટર કચેરી નજીક પુનિતનગર પાસે પાણીની મેઈન લાઈનમાં લીકેજ થવાના કારણે માર્ગને બંધ કરાયો.

ProudOfGujarat

ઝઘડીયા : પીપરીપાન ગામે એસ.એસ.સી. પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ.

ProudOfGujarat

કરજણના વલણ ગામે પ્રજાસતાક પર્વની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!