Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદની સ્વામિનારાયણ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો

Share

 

ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ઉપસ્થિત રહી રમતવીર બાળકોને પ્રોત્સાહન આપ્યું

Advertisement

આમોદમાં આવેલી સ્વામિનાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સ્કૂલમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી શાળાના રમતવીર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ શાળાના આર્ચાય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્ર પણ નામના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.અને બાળકોને રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું.બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત સ્કૂલના આચાર્ય અને વાલીઓએ રીબીન કાપી શાળાના વિશાળ પટાંગણને રમતગમત માટે ખુલ્લું મૂક્યું હતું.રમતવીર બાળકોના જોમ અને જુસ્સામાં વધારો કરવા માટે ડ્રમના તાલ સાથે મશાલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને રમતોસવને ખુલ્લો મૂક્યો હતો. રમતોત્સવ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી આવેલા મહેમાનોને અભિભૂત કર્યા હતા.શાળામાં લીંબુ ચમચી કોથળા દોડ,૧૦૦ મીટર દોડ, ખોખો, કબડ્ડી, ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.વિજેતા બાળકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્યા સ્વાતિબેન આર્યએ જણાવ્યું હતું કે બાળકોનો શારીરિક,માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

કચ્છમાં બની રહેલા 30 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની આ છે વિશેષતા.

ProudOfGujarat

વડોદરામાં જસાપુરા ચોકડી પાસે જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

વડોદરા : ખેલ મહાકુંભમાં રેલવે પોલીસના પુત્રો એ ગોલ્ડ અને સિલ્વર પદક હાંસિલ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!