છેલ્લા 19 વર્ષથી આહીર સમાજ દ્વારા APL ક્રિકેટ સીઝનનું આયોજન કરવામાં આવ્યું આ APL ક્રિકેટ સિઝનથી સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય તથા સમાજના કાર્યોમાં સહભાગી થાય તેવા ઉમદા આશરય થી શરૂ થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ મા સમાજની 40 ટીમો ભાગ લીધો હતો કિકેટ ટુર્નામેન્ટમાંથી મળેલી તમામ રકમ આવનાર ફેબ્રુઆરીમાં આહીર સમાજનો નવમો સમૂહ લગ્ન મા સંપૂર્ણ રકમ દાન કરવામાં આવશે તેવું ત્રાલસા ગામના આયોજકો એ જણાવ્યું હતું
ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટૂર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું આવર્ષે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ ખાતે સમસ્ત ત્રાલસા ગામના માલધારી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 28 ડિસેમ્બર 2025 થી 11 જાન્યુઆરી 2026 સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું
ત્યારે આ ટુર્નામેન્ટની ગત રવિવારના રોજ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં ફાઇનલમાં ભરૂચની શિવ શક્તિ અને ઝાડેશ્વર બેટ ઈલેવન ટીમ આમને સામને મુકાબલો થયો હતો જેમાં નાના સાજા ત્રોસ જીતી 10 ઓવરમાં 62 રન બનાવ્યા હતા ત્યારે જેના જવાબમાં ભરુચની શિવ શક્તિ ટીમમે સેકન્ડ બેટિંગમાં માત્ર સાત ઓવરમાજ ઓલ આઉટ થતા ઝાડેશ્વર બેટ ગામની ટીમનો વિજય થયો હતો જેમાં ડીજે ઢોલ નગારા ના તાલે વિજેતા ટીમે વિજય ઉત્સવ મનાવ્યો હતો વિજેતા ટીમ ને ફાઇનલ ટ્રોફી ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર અને ત્રાલસા ગામના ભક્ત અને ત્રાલસા ગામના યુવાનોના હસ્તે વિજેતા ટીમ ને ટ્રોફી એનાઈટ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર મહામંત્રી બાલુભાઇ આહીર તથા દક્ષિણ ગુજરાત આહીર સમાજના ઉપ પ્રમુખ ડાહ્યાભાઈ આહીર અને ભરૂચ આહીર સમાજ ક્રિકેટ કલબ ના પ્રમુખ ભરતભાઈ આહીર સહિતના આહીર સમાજના નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહી વિજેતા તેમને શુભેચ્છાઓ પાઠવી હતી
સમગ્ર ટુર્નામેન્ટ માંથી મળેલી આવકને આવનાર 22 ફેબ્રુઆરીના રોજ ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા આયોજિત 9 મો સમુહ લગ્ન યોજવા જઈ રહ્યો છે તેમાં તમામ રકમ અર્પણ કરવામાં આવશે
